દેશમાં એપ્રિલ-મે મહિનામાં કોરોના નો આતંક હશે, 25 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત થઈ શકે : SBI Report

www.mrreporter.in
Spread the love

23 માર્ચના ટ્રેન્ડને  જોતા બીજી લહેરમાં આશરે 25 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત થઈ શકે છે : SBI Report 

નવી દિલ્હી- મી.રિપોર્ટર, 25મી માર્ચ 

દેશમાં ફેબ્રુઆરી મહિનાથી સતત કોરોના વાયરસ (Corona Virus) ના કેસ વધી રહ્યાં છે. આ કેસ ને જોતાં  એપ્રિલ-મે મહિનામાં કોરોના નો આતંક હશે. કેમકે કોરોના ની બીજી લહેર શરુ થઇ ગઈ છે અને તેની અસર 100 દિવસ સુધી રહેશે, એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રિસર્ચ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રિસર્ચ ટીમ દ્વારા  જાહેર કરવામાં આવેલા 28 પેજના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, લોકલ સ્તર પર લૉકડાઉનના પ્રતિબંધોની કોઈ અસર થતી નથી. તે માટે માસ લેવલ પર રસીકરણ એકમાત્ર ઉપાય છે. જો અત્યારથી તેની ગણતરી કરીએ તો એપ્રિલના બીજા સપ્તાહથી લઈને મેના મધ્ય સુધી તેની  વધુ અસર હશે. 

રિપોર્ટમાં સ્પષ્ટ પણે  જણવામાં આવ્યું છે કે, કોરોના સામે લડત કરવા માટે રાજ્યોમાં રસીકરણમાં તેજી લાવવાની જરૂર છે. જો વર્તમાન સમયની દરરોજની રસીકરણની ગતિને 34 લાખથી વધારી 40-45 લાખ દરરોજ કરવામાં આવે તો ત્રણથી ચાર મહિનામાં 45 લાખથી ઉપરના લોકોને સંપૂર્ણ રીતે વેક્સીનેટ કરી શકાય છે.

આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યુ કે, કોરોનાની બીજી લહેર સમયથી પહેલા આવી ગઈ છે. તેથી આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે. વધુમાં વધુ ટેસ્ટ કરાવો, માસ્ક પહેરો અને રસીકરણ કરાવો.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.