કોરોના તબલિગી જમાતે ફેલાવ્યો ? કેન્દ્ર સરકારે કહ્યું- કોઈ ધર્મ કે સમાજ ને દોષ ન આપો, એડવાઈઝરી જારી કરી…વાંચો…

tablighi-jamaat

નવી દિલ્હી – મિ.રિપોર્ટર, ૮મી એપ્રિલ. 

 
 સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ડોક્ટર્સ, સફાઈકર્મી અને પોલીસકર્મીઓને મહામારી વિરુદ્ધ ચાલી રહેલા જંગમાં ફ્રન્ટલાઈન કાર્યકર્તા કહેવામાં આવ્યા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથ દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં ગત મહિને તબલીગી જમાતના યોજાયેલા એક કાર્યક્રમ બાદ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં સામેલ જમાતીઓના કારણે દેશના તમામ ભાગમાં આ મહામારી ફેલાઈ ગઈ છે. ત્યારબાદ ખાસ કરીને સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના લોકોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. 
 
આ પ્રકારની ટિપ્પણીઓ રોકવા માટે સરકારે એડવાઈઝરીમાં કહ્યું છે કે કોઈ ચેપી બીમારી ફેલાવાથી જન સ્વાસ્થ્ય સંબંધી કટોકટીની સ્થિતિના કારણે ઊભા થતા ભય અને ચિંતા, લોકો અને સમુદાયો વિરુદ્ધ પૂર્વગ્રહ અને સામાજિક ભેદભાવ અને અંતરને વધારી દે છે. આ પ્રકારના વર્તનથી અંદરો અંદર વેરભાવ અને બિનજરૂરી સામાજિક પડકારો વધે છે. સરકારે લોકોને અપીલ કરી છે કે કોઈ સમુદાય કે જગ્યાને કોરોના સંક્રમણ ફેલાવવા માટે દોષિત ઠેરવી શકાય નહીં.
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

 

 

Leave a Reply