વડોદરામાં કોરોનાથી સ્થિતિ સરકારી આંકડા કરતાં વધુ વિસ્ફોટક, ચુંટણીમાં તંત્રની નિષ્કાળજી, પક્ષ ને વિપક્ષે એકત્રિત કરેલી ભીડ જવાબદાર છે : કાઉન્સિલર અમીબેન રાવત

www.mrreporter.in
Spread the love

તંત્રે શા માટે સાચા આંકડા જાહેર કરતા ડરે છે ?  જો સાચા આંકડા જાહેર કરાશે તો લોકો જ સ્વંયમભૂ જ કામ વગર બહાર નીકળવાનું ટાળશે : વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર અમીબેન રાવત

હેલ્થ- મી.રિપોર્ટર,  ૨જી એપ્રિલ

વડોદરામાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર છે.  VMC અને સરકારી  તંત્ર  કોરોના ના આંકડા સાથે માયાજાળ રચી ને વાસ્તવિક આંકડા વડોદરાની જનતા ને બતાવાતી નથી. ડેથ ઓડીટ નામનું છે, વાસ્તવિક પરિસ્થિતિ  શહેરમાં કોરોના ની વધુ  ગંભીર છે. સરકારી આંકડા સામે આજે  મેં રાતે 11 વાગે ખાસવાડી સ્મશાન ની મુલાકાત લીધી તો નજર સામે જોયું કે, કોરોના થીમૃત્યુ પામેલા 12 લોકોની ડેડબોડી પડી છે. તેમના કોઈ સ્વજનો પણ હાજર નથી એમ વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતું. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર અમીબેન રાવતે મી.રિપોર્ટર ન્યુઝ સાથેની વાતચીતમાં  VMC તંત્ર અને શહેર ભાજપ સામે સીધો પ્રહાર કરતા  વધુમાં જણાવ્યું કે, માત્ર ખાસવાડી માં આખા દિવસની વાત કરીએ તો 28 ડેડબોડી ની એન્ટ્રી છે. મોટાભાગના કોરોના ના મોત થયેલા છે. આની સામે VMC ના બુલેટીનમાં માત્ર 1 જ વ્યક્તિ નું કોરોના થી મોત દર્શાવે છે ? આ કેવી રીતે સંભવ છે. શા માટે VMC નું તંત્ર અને OSD ડો. વિનોદ રાવ સાચા આંકડા બહાર કાઢતા નથી ? 

મિ.રિપોર્ટર ન્યુઝ ની ટીમ સાથે ખાસ વાતચીત કરતા વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું કે, તંત્રે શા માટે સાચા આંકડા જાહેર કરતા ડરે છે. જો સાચા આંકડા જાહેર કરાશે તો લોકો જ સ્વંયમભૂ જ કામ વગર બહાર નીકળવાનું ટાળશે.  વિસ્ફોટક બની ગયેલી પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે સાચા જ આંકડા જાહેર કરવા યોગ્ય છે.  

કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતે શહેરમાં કોરોના ના થયેલા વિસ્ફોટ માટે સીધે સીધા ભાજપ ના નેતા ને અને તંત્રની આવડતને જ જવાબદાર ગણી હતી. ખાસ કરીને મોટા પ્રમાણમાં લોકોના ટેસ્ટ કરવા પર ભાર મુકવાની તેમણે વાત કરી હતી. વડોદરાના ખાસવાડી સ્મશાન થી મ્યુ.કોર્પોરેટર શ્રીમતી અમી રાવત સાથે live ઇન્ટરવ્યુ જુઓ…….

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.