કોરોના સાઈડ ઈફેક્ટ : દેશનો પહેલો કિસ્સો, કોરોનામાંથી સાજી થયેલી મહિલાની યાદશક્તિ ચાલી ગઈ !

www.mrreporter.in
Spread the love

મહિલા ને બે મહિના પહેલા હોસ્પિટલમાં એડમિટ કરાઈ હતી, હવે તેને કશું પણ યાદ નથી 

મુંબઈ – મી.રિપોર્ટર, 19મી ઓક્ટોબર. 

વિશ્વમાં કોરોના નો બીજો રાઉન્ડ ચાલુ થયો છે, જે પહેલા કરતા પણ ભયાનક છે. જેનું તાજું ઉદાહરણ  અમેરિકામાં જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 70 હજારથી વધુ લોકો કોરોના થી સંક્રમિત બન્યા છે.  વિશ્વમાં દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા અને એમાં પણ મેડિકલ ક્ષેત્રમાં ટોપ પર  રહેતા અમેરિકામાં કોરોનાએ મચાવેલી તબાહી થી દુનિયાના અન્ય દેશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. વિશ્વમાં કોરોના ના હવે સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

આવો જ એક કિસ્સો આપણા દેશના મુંબઈ શહેરમાં સામે આવ્યો છે. જેમાં કોરોનમાં સપડાયા બાદ સાજી થયેલી 47 વર્ષીય એક મહિલા એ પોતાની યાદ શક્તિ ગુમાવી દીધી છે.  વાત જાણે એમ છે કે, મુંબઈ નજીકના પાલઘરમાં રહેતી 47 વર્ષના શૈસ્ટા પઠાણને કોરોનામાંથી સાજા થયા બાદ માથામાં અને પેટમાં દુ:ખી રહ્યું હતું. 14 ઓગસ્ટના રોજ શૈસ્ટા પઠાણને માથા અને પેટમાં જોરદાર દુ:ખાવો થતાં મીરા રોડની એક હોસ્પિટલમાં અડધીર રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે, તેઓ પોતાનું ધ્યાન ક્યાંય કેન્દ્રિત નહોતા કરી શકતા, અને માથું  અસહીય રીતે દુ:ખતું હતું. તો બીજીબાજુ  મહિલાને  ખરેખર શું થયું છે તે પકડવામાં જ ડૉક્ટરોને બે દિવસ નીકળી ગયા હતા. કોરોનાની અસર તેમના મગજ પર પણ થઈ હતી.

જોકે, તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોને કલ્પના પણ નહોતી કે સામાન્ય રીતે ફેફસાં પર અસર બતાવનારો કોરોના આ મહિલાના મગજ પર પણ અસર કરી રહ્યો છે. અમેરિકામાં કેટલાક દર્દીઓને કોરોનાને કારણે મગજની તકલીફ થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે, ભારતમાં હજુ સુધી ભાગ્યે જ આવા કોઈ કિસ્સા નોંધાયા છે.

 મહિલાની સારવાર કરનારા ન્યૂરોલોજિસ્ટ ડૉ. પવન પાઈએ એક અખબારને માહિતી જણાવ્યું હતું કે મહિલાને હજુય યાદશક્તિનો પ્રોબ્લેમ છે, અને તેઓ હોસ્પિટલમાં સાત દિવસ એડમિટ હતાં તે અંગે તેમને કશુંય યાદ નથી.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.