કોરોના પોઝિટિવ ગ્રાહકને CPR થી જીવ બચાવનારા દુકાનના મલિક પોતે જ પોઝિટિવ બન્યા, સંક્રમિત બન્યા બાદ એવું નિવેદન આપ્યું કે લોકો તેમના દીવાના થઇ ગયા

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, 7મી એપ્રિલ. 

વડોદરામાં કોરોના નો વિસ્ફોટ થયો છે તેવા સમયમાં મોટાભાગના લોકોમાં કોરોના ને લઈને દર ફેલાઈ ગયો છે.  આવા સમયમાં લોકો એકબીજાની મદદ કરતા ડરે  છે.  લોકોના ડર  વચ્ચે એવા લોકો પણ છે કે જેઓ કોઈની પણ મદદ કરતા ખચકાતા નથી. વડોદરામાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે.  વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ માં જોડાવા માટેની લીંક : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેરના કારેલીબાગ વિસ્તારમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યાં આ ઘટના બની હતી. તેમને ત્યાં દવા લેવા આવેલા 50 વર્ષીય ગ્રાહક  લાઇનમાં ઉભા હતા. જ્યાં અચાનક 50 વર્ષીય ગ્રાહક જમીન પર  ઢળી  પડ્યા હતા. જેવા તેઓ નીચે ઢળી પડતા જ અન્ય લાઈનમાં ઉભેલા અન્ય ગ્રાહકો ગભરાઈને દૂર થઇ ગયા હતા. પરંતુ  દુકાનના માલિક બાલકૃષ્ણ ગજ્જર અને કર્મચારી કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક 50 વર્ષીય ગ્રાહકની મદદે પહોંચી ગયા હતા. જ્યાં વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો.

જોકે 50 વર્ષીય ગ્રાહકનો જીવ બચાવ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે  જીવ બચાવનારા વેપારી બાલકૃષ્ણ ગજ્જર નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડરવા ને બદલે બાલકૃષ્ણ ગજ્જરે જે જવાબ આપ્યો તેમનો જવાબ સાંભળી ને તમે પણ તેમના દીવાના થઇ જશો. બાલકૃષ્ણ ગજ્જરે  કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો  મને સંતોષ  અને આનંદ છે.