કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 1974 પર પહોંચ્યો, દેશમાં 24 કલાકમાં 386 નવા કેસ નોધાયા

Spread the love

નવી દિલ્હી- મિ.રિપોર્ટર, ૧લી એપ્રિલ.

સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 386 કેસ સામે આવ્યા છે. 29 રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે.મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે.અહીં દેશના સૌથી વધારે 335 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. 
 
બુધવારે તામિલનાડુમાં 110 નવા પોઝિટિવ દર્દી મળ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 234 થઈ છે. બીજીબાજુ આંધ્ર પ્રદેશમાં 43, મહારાષ્ટ્રમાં 23 અને મધ્ય પ્રદેશમાં 20 નવા કેસ સામે આવ્યા છે. આંધ્ર પ્રદેશમાંથી જે સંક્રમિત લોકો મળ્યા તે દિલ્હીના તબ્લિગી જમાતના મરકજથી પરત ફર્યા હતા. નિઝામુદ્દીનના મરકજ બાદ હવે મજનૂંના ટીલા વિસ્તારમાં એક ગુરુદ્વારાથી 250 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી રહી છે. સાથે જ દિલ્હીના સરકારી હોસ્પિટલની એક મહિલા ડોક્ટર કોરોના પોઝિટિવ મળી છે
 
છેલ્લા 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં હવે કોરોનાના કુલ 1397 કેસ થઈ ગયા છે. જેમાંથી 1 હજાર 238 એક્ટિવ કેસ છે અને 124 સ્વસ્થ થઈ ચુક્યા છે. 35 લોકોના મોત થયા છે. કેજરીવાલ સરકારે મહામારી વખતે ફરજ બજાવતા સરકારી અને પ્રાઈવેટ કર્મચારીઓનું મોત થશે તો સરકાર પરિવારજનોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરશે તેવી જાહેરાત કરી હતી.

ઉત્તરપ્રદેશમાં બુધવારે જે વૃદ્ધનું મોત થયું, તેનો 50 વર્ષીય જમાઈ સંક્રમિત મળી આવ્યો હતો. મુંબઈના અમરાવતીથી મેરઠ આવેલા આ સંક્રમિતની પત્ની, 72 વર્ષીય સસરા તથા બે સાળા સહિત 11 લોકોમાં કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યો હતો. તમામને મેરઠ મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા હતા. વૃદ્ધની સ્થિતિ લથડતા તેમનું મોત થયું હતું.

 
 

કેરળમાં  સૌથી વધુ કેસ ૨૩૪ કેસ

કેરળમાં સૌથી વધુ  કેસની સંખ્યા 234 પર પહોંચી છે, જ્યારે મહારાષ્ટ્ર 216 કેસ સાથે બીજા નંબરે છે. કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. અહીં અત્યારસુધી ૯ મોત થયા છે, જ્યારે કેરળમાં કેસ વધારે હોવા છતાં એક જ દર્દીનું મોત થયું છે. યુપીમાં 101 કે નોંધાયેલા છે. યુપીમાં પણ એક મોત થયું છે, અને આ મૃતક 25 વર્ષનો યુવક હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના બે દિવસ પહેલા જ આ વ્યક્તિનું મોત થઈ ચૂક્યું હતું.

ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના હોટસ્પોટ જાહેર કરાયેલા અમદાવાદમાં દર્દીઓનો અમદાવાદમાં આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 8 નવા કેસ નોંધાયા છે.  8 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંકડો હવે 82 પર પહોંચ્યો છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)