કોરોના કહેર : 3 લાખથી વધારે લોકોએ કોરોના મહામારીના લીધે ન્યૂયોર્ક શહેર છોડી દીધું

Corona outbreak: More than 3 million people have fled New York City due to the Corona epidemic
Spread the love

ન્યૂયોર્ક – મી.રિપોર્ટર, ૧૫મી નવેમ્બર. 

વિશ્વમાં કોરોના નો કહેર જારી છે. એમાય અમેરિકામાં કોરોના મહામારીએ ભારે હાહાકાર મચાવ્યો છે. રોજના દોઢ લાખથી વધારે સંક્રમિતો નોંધાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ચોકાવનાર વાત એ પણ બહાર આવી છે કે માર્ચથી લઈ ઓક્ટોબર વચ્ચે ત્રણ લાખથી વધારે લોકોએ ન્યૂયોર્ક શહેરને છોડી દીધું છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે 2 લાખ 95 હજાર 103 લોકોએ પોતાનું પોસ્ટલ સર્વિસમાં એડ્રેસ બદલવા માટે અરજી કરી છે,  આ આંકડો 3 લાખથી ઘણો મોટો હોય શકે છે કારણ કે એ એડ્રેસ પર ઘણી વ્યક્તિ રહેતી હોય છે. આટલી મોટી સંખ્યામાં લોકોના સ્થળાંતર પાછળનું કારણ કોરોના મહામારી ઉપરાંત તેના લીધે સર્જાયેલી આર્થિક કટોકટી, સ્કૂલો બંધ અને ક્રાઈમ વધવાનું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હાલ અમેરિકામાં 1 કરોડ 12 લાખ 29 હજાર 554થી વધારે કોરોના સંક્રમણના કેસ નોંધાય છે અને 2 લાખ 51 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં સંક્રમણ ફરી વધ્યું છે રોજ દોઢ લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 68.91 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ અહીં 40 લાખ 86 હજાર 919 એક્ટિવ કેસ છે.

ન્યૂયોર્કની વાત કરીએ તો અહીં ગઈકાલે પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. અહીં અત્યાર સુધીમાં 5 લાખ 93 હજાર 767 કેસ નોંધાયા છે અને 33 હજાર 976 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ ન્યૂયોર્કમાં 1.30 લાખથી વધારે એક્ટિવ કેસ છે. અમેરિકામાં ટેક્સાસ અને કેલિફોર્નિયા સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)