કોરોના નો કહેર : સુરતમાં 11 દિવસના બાળક ને કોરોના, જીવ બચાવવા માટે રેમેડીસીવર ઇન્જેક્શન આપવું પડ્યું

www.mrreporter.in
Spread the love

હેલ્થ-સુરત, મી.રિપોર્ટર, ૧૩મી એપ્રિલ.

ગુજરાતમાં કોરોના નો કહેર વધ્યો છે. કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. એમાય ખાસ કરીને ચાર મુખ્ય શહેરો વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સૂરતમાં કોરોના ના લીધે હાલત ઘણી ગંભીર છે. અત્યાર સુધી મોટી ઉમર ના લોકો ને જ કોરોના થતો હતો. પરંતુ હવે નાના બાળકોમાં પણ કોરોના થઇ રહ્યો છે.  એટલુજ જ નહિ પણ હવે તો જન્મજાત બાળકો પણ કોરોના ના બોગ બની રહ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 4માં જોડાવા માટેની લીંક :

આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયું છે અને તેનો જીવ બચાવવા માટે રેમેડીસીવર ઇન્જેક્શન આપવાની જરૂર પડી હતી.

www.mrreporter.in

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં પહેલી એપ્રિલના રોજ એક બાળકનો જન્મ થયો હતો. જન્મના થોડા દિવસ બાદ બાળકની એકાએક તબિયત બગડતા ડૉક્ટરને શંકા ગઈ હતી. જેથી તેમણે બાળકનો એક્સ-રે કરાવ્યો હતો. જેમાં તેને કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો હોવાનું ધ્યાને આવતા આશ્ચર્યમાં મુકાયા હતા. મહત્વનું છે કે માતાને શરદી અને ખાંસી જેવા લક્ષણો હતાં. માતાએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો પણ તે નેગેટિવ આવ્યો હતો. જેના કારણે તેણે વધુ ગંભીરતા લીધી ન હતી. ફરી વખત માતાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આખરે સારવાર કરી રહેલા તબીબોએ 11 દિવસનું બાળક  કે જે કોરોના સંક્રમિત થયું છે અને તેનો જીવ બચાવવા માટે રેમેડીસીવર ઇન્જેક્શન આપ્યું હતું.