IPL માં કોરોના : KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ, અમદાવાદમાં આજે યોજાનાર RCB સામેની મેચ રદ

www.mrreporter.in
Spread the love

સ્પોર્ટ્સ- મી.રિપોર્ટર, ૩જી મે. 

દેશમાં કોરોના વિસ્ફોટ  થયો છે, એમાં હવે તેનો ખતરો IPL મેચ માં જોવા મળી રહ્યો છે.  આજે  યોજાનારી  કોલકાતા નાઈડ રાઈડર્સ અને બેંગલુરુની મેચ કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું  બહાર આવ્યા બાદ મેચ રદ કરી દેવામાં આવી છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, KKRના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. IPLના નિયમો અનુસાર આ બંને ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા હતા. સંક્રમણના સમાચારથી બેંગલુરુના બેડામાં પણ ચિંતા જણાઈ હતી અને મેચ રમવા અંગે વધુ ઉત્સુકતા જોવા મળી નહતી.

આઈપીએલની 14મી સીઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે થવાનો હતો. પરંતુ કોરોના ની ખબર આવતા જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સીઝનની 30મી મેચ હાલના સમય માટે રદ કરવામાં આવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.