IPLમાં કોરોના : IPL મેચ સસ્પેન્ડ કરાઈ, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા, BCCI નો નિર્ણય

www.mrreporter.in
Spread the love

સ્પોર્ટ્સ-મી.રિપોર્ટર, ૪થી મે.

દેશમાં કોરોનો વિસ્ફોટ થયો છે. એમાય IPL મેચમાં પણ કોરોના એ ઘુસપેઠ કરી છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં ઘણા બધા ખેલાડીઓ અને સપોર્ટીંગ સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે.  ખુદ BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. અત્રે ઉલ્લખેનીય છે કે, બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા આ નિર્ણય કરાયો છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે સીએસકે સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે.

અત્રે ઉલ્લખેનીય છે કે, IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.