કોરોના સામે લડત: સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતાં નર્સીગ સ્ટાફને હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો આક્ષેપ….જુઓ વિડીયો..

civil hospital

હેલ્થ – અમદાવાદ, મિ.રિપોર્ટર, ૧૦મી એપ્રિલ.

રાજ્યમાં કોરોના વાઈરસનો આંકડો સતત વધી રહ્યો છે.  જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોધાયા છે. અમદાવાદના કોરોના પોઝીટીવ વાળા લોકો પૈકીના ઘણા દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. કોરોના પોઝીટીવ દર્દીઓને દયાનમાં રાખી ને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ પણ સતત ખડેપગે ફરજ બજાવી રહી છે. તેઓ પોતાના પરિવારજનો ને મૂકીને પોતાના જીવ ના જોખમે રાષ્ટ્રના લોકોની સેવા કરી રહી છે.  સતત સિવિલમાં રહીને ફરજ બજાતા નર્સીગ સ્ટાફ ને જમવામાં તકલીફ પાડી રહી છે.

હાલમાં તેમણે જે જમવાનું આપવામાં આવી રહ્યું છે, તે ખુબજ હલકી ગુણવત્તા વાળું હોવાનો આક્ષેપ ખુદ નર્સિંગ સ્ટાફે લાવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયો છે. જુઓ આ વિડીયો….

 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply