કોરોના ઇફેક્ટ : તમે જે વ્યક્તિને મળ્યા હોવ અને તે જો કોરોના સંક્રમિત નીકળે તો શું કરવું જોઈએ?

www.mrreporter.in
Spread the love

મેડિકલ- મી.રિપોર્ટર, 18મી જુલાઈ

સમગ્ર વિશ્વમાં છેલ્લા 100 કલાકમાં 10 લાખ થી વધુ કેસ કોરોના વાઇરસ ના નોધાયા છે. એમાં એકલા અમેરિકા જ 24 કલાકમાં 70 હજાર થી વધી કેસ નોધાયા છે. ભારતમાં પણ કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. આપણે કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છીએ. આ મામલે ભારત કરતાં આગળ અમેરિકા અને બ્રાઝિલ છે.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR
 
કોરોનાના સતત વધી રહેલા  સંક્રમણ અને તેના કારણે સમાજમાં ફેલાઈ રહેલા ડરને રોકવા માટે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)તરફથી કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં  તમે કોઈ વ્યક્તિને મળીને આવો અને તે કોરોના પોઝિટિવ નીકળે તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ ? તેની પણ જાણકારી આપવામાં આવી છે. 

સીડીસી ની ગાઈડ લાઈન  મુજબ, તમે કોઈ વ્યક્તિને મળવા ગયા અને તે સમયે તેમને જાણ નહોતી કે તે વ્યક્તિ કોરોના સંક્રમિત છે અને તે પોતે પણ આ વિશે નહોતી જાણતી. પરંતુ તમારી મુલાકાતના થોડા કલાક પછી અથવા થોડા દિવસ બાદ તમને જાણ થાય કે, તે વ્યક્તિનો રિપોર્ટ તો પોઝિટિવ આવ્યો છે. આવી સૂચના તમને મળે કે તરતજ  તમે  હોમ ક્વોરન્ટિન થઈ જાઓ.

તમે  હોમ ક્વોરન્ટિન થઈ જાઓ, પછી શું ધ્યાનમાં રાખવું ?

(1) 14 દિવસ સુધી પોતાને પરિવારથી અલગ રાખો. તમે હોમ ક્વોરન્ટિન  થયા પહેલા  તમે જો કોઈના સંપર્ક માં આવ્યા હોય તો તમે તેમનું પણ ધ્યાન દોરી ને તેમને પણ સાવચેતી ના પગલાં ભરવા કહો. તમારા  પોતાના પરિવારના સંપર્કમાં રહ્યા હશો, તેથી પરિવારની કોઈ વ્યક્તિ પણ 14 દિવસ સુધી અન્ય કોઈને ન મળે તેનું ખાસ ધ્યાન રાખવું. હોમ ક્વોરન્ટિનના 14 દિવસની અંદર તમને આ વાતની જાણ થઈ જશે કે, તમારા પર કોરોનાની અસર થઈ છે કે નહીં.

(2)  તમે કોરોના સંક્રમણ હશો  તો 14 દિવસની અંદર તમારામાં લક્ષણો દેખાવા લાગશે. જેમ કે, ખાંસી, તાવ, થાક લાગવો, ઠંડી લાગવી અને શ્વાસ લેવામાં તકલીફ. જો આમાંથી એક પણ લક્ષણ દેખાય તો તરત જ ફોનથી ડોક્ટરનો સંપર્ક કરો અને તેમની સલાહ લો કે આગળ શું કરવું જોઈએ.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.