કોરોના ઈફેક્ટ : SSG માં શરદી-ખાંસીના દર્દીઓની લાગી લાઇનો, બે લોકોમાં કોરોનાના લક્ષણો દેખાતા દાખલ કરાયા..વાંચો..

Spread the love
દેશ-વિદેશના 200 જેટલા લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યું : 37 વર્ષીય યુવાન અને આમોદના 70 વર્ષીય વૃદ્ધામાં કોરોનાના લક્ષણો દેખાયા
હેલ્થ- મી.રીપોર્ટર, ૧૭મી માર્ચ. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ નો કહેર છવાઈ ગયો છે.  આખી દુનિયા તેને લઈને ભારે ચિંતા અને સાવધાનીનો માહોલ છવાઈ ગયો છે. મોટા મોટા મોલ, મલ્ટીપ્લેક્સ, બજારો અને અગ્રણી કંપનીઓના પ્લાન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે, ત્યારે ગુજરાતના વડોદરામાં પણ કોરોના વાઈરસે શહેરીજનોમાં  પણ ગભરાટ ફેલાવી દીધો છે. શરદી-ખાંસીનો શિકાર બનેલા દર્દીઓ કોરોનાની ચકાસણી માટે સયાજી હોસ્પિટલમાં લાઇનો લગાવી રહ્યા છે. ચકાસણી માટે આવેલા બે દર્દીઓમાં કોરોના વાઇરસ જેવા લક્ષણો જણાતા તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અને તેઓના સેમ્પલો તપાસાર્થે મોકલી આપવામાં આવ્યા છે.

સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, મલ્ટીપ્લેક્ષ બંધ કરાવતા અને કોરોના વાઈરસ ફેલાય તેવા સ્થળોની ઘનિષ્ઠ સફાઇ શરૂ કરાવતા લોકોમાં કોરોના વાઈરસે ગભરાટ ફેલાવી દીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા આવેલા દેશ-વિદેશના 200 જેટલા લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દેશ-વિદેશથી આવેલા લોકોના ઘરે આરોગ્ય ટીમ મોકલીને સ્ક્રિનિંગ કરાવવામાં આવી રહ્યું છે. જોકે, શંકાસ્પદ એક પણ કેસ મળી આવ્યો નથી.
 
કોરોના વાઇરસથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. અને શરદી-ખાંસીનો ભોગ બનેલા હવે સયાજી હોસ્પિટલમાં તપાસ માટે લાઇનો લગાવી રહ્યા છે. આજે સવારથી તપાસ માટે આવેલા 25 જેટલા લોકો પૈકી એક ગોરવાના 37 વર્ષીય યુવાન અને આમોદના 70 વર્ષીય વૃદ્ધામાં કોરોના વાઇરસ જેવા લક્ષણો જણાતા તેઓને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અને તેઓના કોરોના વાઇરસના ટેસ્ટ માટે જરૂરી સેમ્પલો લઇને તપાસ માટે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા છે.
 
અત્રે ઉલ્લેનીય છે છે કે, વડોદરાના જીલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલ પણ SSG હોસ્પીટલમાં દોડી ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. તેમણે મિડિયા સાથે વાતચીતમાં શું કહ્યું તે માટે વિડીયો જુઓ…..
 

 
 
( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)