કોરોના ઇફેક્ટ : એપ્રિલ 2021 સુધી 44% વાલીઓ સ્કૂલો બંધ રહે તેવું ઈચ્છે છે , ઓનલાઈન શિક્ષણથી સંતુષ્ટ

www.mrreporter.in
Spread the love
એજ્યુકેશન – અમદાવાદ, મી.રિપોર્ટર , 26મી ઓગસ્ટ 
 
સમગ્ર દેશમાં કોરોના  નો કહેર ચાલુ છે. દેશમાં કોરોના ના 31 લાખ  થી વધી કેસો નોંધાયા છે. દેશમાં કોરોના ના આગમન ને પગલે માર્ચ મહિનાથી શાળાઓ બંધ છે.  જયારે જૂનમાં નવું  શૈક્ષણિક વર્ષ શરૂ થતાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. સ્કૂલો ક્યારે ખુલશે તે અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. ખુદ સરકાર પણ હાલમાં સ્કૂલો ખોલાવવાની ઉતાવળ કરવા માંગતી નથી. ત્યારે અમદાવાદની શહેરની બે પ્રતિષ્ઠિત સ્કૂલો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઓનલાઈન શિક્ષણ અને સ્કૂલો ખોલવા અંગે વાલીઓનો અભિપ્રાય લેવાતા ઘણા જ ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતા. 
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS
અમદાવાદ શહેરની બે જાણીતી CBSE સ્કૂલો ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રને તાજેતરમાં જ એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં બંને સ્કૂલોના 7500 વાલીઓને પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા. આ વાલીઓને બાળકોને સ્કૂલે મોકલવા માગે છે ?  ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ  થી ખુશ છે ? ને પરીક્ષાઓ કઈ રીતે લેવી જોઈએ તેના પણ સવાલ પૂછાયા હતા. આ સવાલના સર્વેમાં 5100 વાલીઓએ ભાગ લઈને જવાબ આપ્યા હતા.
 
કોરોના મહામારી  વચ્ચે  કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માગે છે અને ઓનલાઈન શિક્ષણ અંગે શું મંતવ્ય છે ?  તે અંગેના રસપ્રદ જવાબો આ સર્વેમાં સામે આવ્યા છે. 44 ટકા વાલીઓનું દૃઢપણ કહેવું છે કે, તેઓ એપ્રિલ 2021થી જ બાળકોને સ્કૂલે મોકલશે.  એટલેકે  વાલીઓ આ શૈક્ષણિક વર્ષ પૂરું ના થાય ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં મોકલવા તૈયાર નથી. કોરોનાની રસી ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી તેઓ બાળકોને સ્કૂલે મોકલીને કોઈ જોખમ ઉઠાવવા માગતા નથી. 40 ટકા વાલીઓએ દિવાળી પછી બાળકોને સ્કૂલે મોકલવાની તૈયારી દર્શાવી છે જ્યારે 16 ટકા વાલીઓ સરકારી સ્કૂલો ખુલ્યાના એક મહિના પછી બાળકોને સ્કૂલે મોકલવા રાજી છે. સર્વે પ્રમાણે, 66 ટકા વાલીઓ ઓનલાઈન શિક્ષણથી સંતુષ્ટ છે. જો કે, 8 ટકા વાલીઓ ઓનલાઈન શિક્ષણથી સંતુષ્ટ નથી. 72 ટકા વાલીઓનું માનવું છે કે, ઓનલાઈન ક્લાસના કારણે વિદ્યાર્થીઓનું સરસ રૂટિન ગોઠવાઈ ગયું છે અને તેઓ નકામી પ્રવૃત્તિઓ પાછળ સમય વેડફતા નથી.

પરીક્ષા વિશેના સવાલમાં 51 ટકા વાલીઓએ કહ્યું કે, ઓનલાઈન ટેસ્ટ લેવાય તેનાથી તેઓ સંપૂર્ણ સહમત છે. 8 ટકા વાલીઓનું માનવું છે કે, સ્કૂલો રાબેતા મુજબ ખુલે ત્યાં સુધી પરીક્ષાઓ રદ્દ કરી દેવી જોઈએ. તો 21 ટકા વાલીઓએ પેન અને પેપરની જૂની પદ્ધતિ પરીક્ષા લેવાય તેવો અભિપ્રાય આપ્યો છે. જો કે, જૂની પદ્ધતિથી લેવાનારી પરીક્ષા વિદ્યાર્થીઓ ઘરે બેસીને આપે તેવો મત વ્યક્ત કર્યો છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.