વડોદરામાં કોરોનાને લીધે મોતના આંકડા વધ્યાં : તો સરકાર કહે છે, ગંભીર બીમારીમાં કોરોના ચેપ લાગતાં મોત

www.mrreporter.in
Spread the love

વિપક્ષનો સરકારી તંત્ર પર  કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છૂપાવવાના કરાયેલા  આક્ષેપ પર નીતિન પટેલે કરી સ્પષ્ટતા

હેલ્થ- વડોદરા, મી.રિપોર્ટર, 3જી એપ્રિલ. 

વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસો ની સંખ્યા સતત વધી રહી છે.  શહેરના સ્મશાન ગૃહોમાં કોરોનાથી મોત પામેલા  દર્દીઓની લાશ અંતિમક્રિયા માટે  વેટીંગમાં પણ આવી રહી છે. લોકોની ચિંતા પણ કોરોના સાચા આંકડા ને લઈને સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. એમાંય વિપક્ષને નેતાઓ પણ કોરોના થી થતા મોત ના સાચા આંકડા જાહેર કરવા માટે સતત માંગ કરતા સરકારી તંત્ર પર દબાણ વધ્યું છે. 

તો બીજીબાજુ વિપક્ષ ના આક્ષેપ અને લોકોની આશંકા  તથા મીડિયામાં લાઈવ રિપોર્ટ બાદ  આજે અચાનક વડોદરા દોડી આવેલા રાજ્યના ડે. સીએમ નીતિન પટેલે સરકારી તંત્ર સાથે મિટિંગ કરીને સરકારી તંત્ર પર  કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છૂપાવવાના વિપક્ષે કરેલા આક્ષેપને ફગાવીને ગંભીર રોગથી પીડાતા દર્દીને કોરોનાનો ચેપ લાગે ત્યારે તેને કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરાય છે. જો આવા દર્દીનું સારવાર દરમિયાન મોત થાય તો ગાઈડલાઈન અનુસાર તેમની અંતિમ વિધિ કરાય છે. માત્ર વડોદરા કે  ગુજરાતમાં જ નહીં આખાય દેશમાં કેસો વધી રહ્યા છે. 

નીતિન પટેલે  પત્રકારો સાથેની વાતચીતમાં લોકડાઉન અંગે સ્પષ્ટતા કરી હતી કે, હાલ ગુજરાતમાં લોકડાઉન લગાવવું પડે તેવી કોઈ સ્થિતિ નથી અને ના તો સરકારની કોઈ વિચારણા છે.

તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, ધન્વંતરી રથ દ્વારા 200 જેટલી ટીમો દ્વારા તમામ વિસ્તારોમાં લોકોની આરોગ્યની ચકાસણી કરવાનું હાલ ચાલુ છે, જેમાં ટેસ્ટિંગ પણ સામેલ છે.  દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ બે કેમ્પની શરુઆત કરાશે, જ્યાં વધુમાં વધુ લોકોની અવરજવર હોય ત્યાં તંબૂ બાંધી લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો નાના ઘરમાં રહે છે, અને જેમના માટે હોમ ક્વોરન્ટાઈન થવું મુશ્કેલ હોય તેવા શંકાસ્દ દર્દીને  રાખવા માટે અતિથિ ગૃહોમાં કોવિડ કેર સેન્ટર બનાવાશે. જ્યાં જમવાની અને મેડિકલની સવલતો પણ ઉભી કરાશે.