વડોદરામાં 2 મહિલાના મોત સાથે કોરોનાનો મૃત્યુઆંક 9 ઉપર પહોંચ્યો, વધુ 7 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 193 થઇ

Spread the love
 
વડોદરા- મિ.રિપોર્ટર, ૨૦મી એપ્રિલ. 
 
વડોદરામાં કોરોના વાઈરસનો કહેર વચ્ચે  શહેરમાં કોરોના વાઈરસના વધુ 7 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે એક જ દિવસમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ  14 પોઝિટિવ કેસની સાથે  કુલ પોઝિટિવ કેસની સંખ્યા 193 ઉપર પહોંચી ગઇ છે. જેમાં  વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે  બે  મહિલાના મોત થયા છે.  તો બીજુબાજુ  બે લોકોના શંકાસ્પદ મોત થયા છે. તેમના કોરોના વાઈરસના રિપોર્ટ પેન્ડિંગ છે.

વડોદરાના રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં 60 વર્ષના મહિલા લીલાબેન શ્યામભાઇ કહારનું કોરોના વાઈરસથી મોત થયું છે. તેઓ છેલ્લા 3 દિવસથી સારવાર લઇ રહ્યા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી હાઇપરટેન્શનની બીમારીથી પીડાતા હતા. આ ઉપરાંત વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના રાણાવાસની 55 વર્ષની મહિલા ગીતાબેન રાણાનું કોરોના વાઈરસથી મોત નીપજ્યું છે. આ મહિલાને 17 એપ્રિલના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મોડી રાત્રે દોઢ વાગ્યે મહિલાનું મોત થયું હતું. આજે વહેલી સવારે 5:30 વાગે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વડોદરામાં અત્યાર સુધી 9 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે. 

 શંકાસ્પદ કોરોના વાઈરસથી બે ના  મોત

ગોત્રી હોસ્પિટલમાં યોગેશ યાદવ (ઉ.35), (રહે, નિલેશનગર, ગોરવા) અને સયાજી હોસ્પિટલમાં અજય ચૌહાણ (ઉ.50), (રહે, ન્યૂ સ્લમ ક્વાર્ટર, નવી ધરતી)નું શંકાસ્પદ કોરોના વાઈરસથી મોત થયા છે. જોકે બંને રિપોર્ટ હજી પેન્ડિંગ છે.

ન્યૂ સમા રોડ, છાણી અને ફતેપુરાને રેડ ઝોન જાહેર કરાયા

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ ઉપર આવેલી રાંદલધામ સોસાયટી અને ફતેપુરા વિસ્તારના રાણાવાસ અને સેફ્રોન બ્લીસ-સીતારામ કોમ્પલેક્ષ છાણી વિસ્તારના લોકોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને હોમ ક્વોરન્ટીન રહેવા માટે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને આદેશ કર્યો છે. અને ન્યૂ સમા રોડ, છાણી અને ફતેપુરા વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયા છે.

કોરોનાના વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરામાં કોરોના વાઈરસના આજે સવારે વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને સાંજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવની સંખ્યા 193 ઉપર પહોંચી ગઇ છે. વડોદરાના નવા 7 પોઝિટિવ કેસ પૈકી 6 કેસ રેડ ઝોન નાગરવાડા વિસ્તારમાં અને એક કેસ ગાજરાવાડી વિસ્તારમાં નોંધાયો છે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં પ્રથમ પોઝિટવ કેસ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં સસરા અને પુત્રવધુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિવારના 5 સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ

-મંજુબેન શંકરભાઇ ચુનારા (ઉ.45), શિવનગર-2, વિશ્વકર્માનગર, ગાજરાવાડી

-સૈફાલી નાદિરભાઇ હાલા (ઉ.22), કાસમહાલા પાસે, નાગરવાડા 

-નૌમાન નાદિરભાઇ હાલા (ઉ.19), કાસમહાલા પાસે, નાગરવાડા

-હુસેના શાનવાજ હાલા (ઉ.33), કાસમહાલા મસ્જિદ પાસે, નાગરવાડા 

-રસિદ કાસમ હાલ (ઉ.32), મિનિલ એપાર્ટમેન્ટ, નાગરવાડા

-તબાસુ રસિદભાઇ હાલા (ઉ.36), હાલા મસ્જિદ, નાગરવાડા

-આયેશા રશિદભાઇ હાલા (ઉ.23), મિનિલ એપાર્ટમેન્ટ, નાગરવાડા

-રજનીકાંત ડાહ્યાભાઇ કાછીયા પટેલ (ઉ.70), કબીર મંદિર ફળીયુ, દયાલ ભુવનનો ખાંચો

-ચંદ્રિકાબેન રજનીકાંતભાઇ કાછીયા પટેલ (ઉ.60), કબીર મંદિર ફળીયુ, દયાલ ભુવનનો ખાંચો

-કાંતિભાઇ રણછોડભાઇ કાછીયા પટેલ (ઉ.66), કબીર મંદિર ફળીયુ, દયાલ ભુવનનો ખાંચો

-ઝરીના શરીફ દિવાન (ઉ.42), જૂની મસ્જિદ પાસે, એકતાનગર, આજવા રોડ

-કૌશિક અમૃતભાઇ રાણા (ઉ.32), રાણવાસ

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.