Corona સંકટ : લોકડાઉનમાં શાળાઓ બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડશે ? વાંચો સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?

www.mrreporter.in
Spread the love

નવી દિલ્હી- મી.રિપોર્ટર, ૪થી મે. 

દેશમાં કોરોના નો કહેર યથાવત છે. કોરોના ના કેસ વધવાને લીધે દેશના ઘણા રાજ્યોમાં સ્કુલોમાં નિયત સમય કરતા વહેલા જ  વેકેશન આપવાની સાથે માસ પ્રમોશન પણ આપી દેવામાં આવ્યું છે. આવા સંજોગોમાં ઘણી શાળાઓ વાલીઓ પાસે બાકીની ફી વસુલવા માટે યેનકેન પ્રકારે દબાણ કરે છે.  આવી દબાણ કરતી શાળાઓ સામે સુપ્રીમ કોર્ટે શાળાઓ પર લગામ લાવે તેવો ચુકાદો આપ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે રાજસ્થાનની 36000 ગ્રાન્ટ વગર ચાલતી ખાનગી શાળાઓને સોમવારે નિર્દેશ આપ્યો કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15% ઓછી ફી વસૂલ કરે. આ નિર્ણયમાં સ્પષ્ટ કરાયું છે કે ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે હાલાત સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે તેનું પરીક્ષા પરિણામ પણ રોકવું જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. જેમાં રાજસ્થાન વિદ્યાલય (શુલ્ક નિયમન) કાનૂન 2016 અને શાળાઓમાં ફી નક્કી કરવા સંબંધિત કાયદા હેઠળ બનાવવામાં આવેલા નિયમની વેલિડિટીને અપાયેલા પડકારને ફગાવવામાં આવ્યો હતો.

જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પેનલે 128 પાનાના પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા ફીની ચૂકવણી છ સરખા હપ્તામાં કરાશે. બેન્ચે કહ્યું કે એ વાતનો ઈન્કાર કરી ન શકાય કે મહામારીના કારણે લાગુ પૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે.

જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ ગઈ છે. આ ચુકાદામાં કહેવાયું કે ‘ શાળા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2019-20 માટે વર્ષ 2016ના કાયદા હેઠળ નિર્ધારિત વ્યવસ્થા મુજબ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવાયેલી સુવિધાઓને ધ્યાનમાં રાખતા ફી 15% ઓછી લેવામાં આવે. જો શાળાઓ પોતાના વિદ્યાર્થીને વધુ છૂટ આપવા માંગે તો આપી શકે છે.’

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.