કોરોનાના કેસ વધીને 38 થયા : અમદાવાદમાં સૌથી વધુ 14 કેસ, વડોદરા- સુરતમાં 7-7 નોધાયા : ઘરે રહો, સુરક્ષિત રહો…..

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, 24મી માર્ચ

દેશમાં કોરોના વાઈરસનો ત્રીજો તબક્કો શરુ થયો છે. આ ત્રીજા તબક્કામાં કોરોના વાઈરસ વધુ ઝડપથી ફેલાતો હોઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલ રાતના ૧૨ વાગ્યા થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરી દીધું છે.  લોક ડાઉન ની જાહેર છતાં પણ અમુક લોકો તેનું પાલન કરવાને બદલે રોડ પર ફરવા નીકળી પડે છે અને આવા લોકોના લીધે કોરોના વાઈરસ વધુ ફેલાઈ  થઇ રહ્યો છે. જેને પગલે પોલીસ તંત્ર વધુ કડક બન્યું છે. 

રાજ્યમાં ગઈકાલ સુધી કોરોના વાઈરસના કુલ ૩૩ જેટલા કેસો હતા. જયારે આજે બુધવારે તેમાં 5 કેસો નો વધારો થયો છે. હવે ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 33 થી સીધી જ 38 સુધી પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ 14 પોઝિટિવ કેસ અત્યારસુધીમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં છ અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના ના વધેલા કેસોને સ્થિતિ જોઈએ તો…..

  • અમદાવાદ- 14
  • ગાંધીનગર-6
  • કચ્છ-1
  • વડોદરા- 7
  • રાજકોટ-3
  • સુરત-7

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

 

Leave a Reply