ગુજરાતમાં કોરોનાના કેસ વધીને 33 થયા, સુરતમાં ૩ અને ગાંધીનગર 1 કેસ વધ્યો : લોક ડાઉન નું પાલન કરો…

Spread the love

હેલ્થ- વડોદરા, મિ.રિપોર્ટર, 24મી માર્ચ

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાઈરસના વધારે 3 જેટલા નવા કેસો સામે આવ્યા છે.  જે બાદ ગુજરાતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 30 થી સીધી જ 33 સુધી પહોંચી ગઈ છે. મંગળવારે સુરતમાં માં કોરોનાના સૌથી વધારે  ૩ દર્દીઓ અને ગાંધીનગરમાં કોરોના વાઈરસ પોઝીટીવનો એક કેસ સામે આવ્યા છે. 

રાજ્યમાં કોરોના ના વધેલા કેસોને સ્થિતિ જોઈએ તો…..

  • અમદાવાદ- 13
  • ગાંધીનગર-5
  • કચ્છ-1
  • વડોદરા- 6
  • રાજકોટ-1
  • સુરત-7

રાજ્યમાં જે રીતે કોરોના ના કેસો ની સંખ્યા વધી રહી છે તે જોતા રાજ્ય સરકારે ૩૧મી માર્ચ સુધી લોક ડાઉન જાહેર કરી દીધું છે. જયારે આરોગ્ય વિભાગે બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સોમવારે 99 કેસનો વધારો થયો છે. આજે કોરોના વાયરસના કેસનો આંકડો 500ને પાર થઈ ગયો છે, સોમવાર સુધીના આંકડા પ્રમાણે જોઈએ તો દેશમાં 498 કેસ થયા હતા. જેમાં 246 કેસ પાછલા 3 દિવસની અંદર નોંધાયા છે, એટલે કે 30 જાન્યુઆરી અત્યાર સુધીમાં નોંધાયેલા કેસમાં પાછલા ત્રણ દિવસમાં આંકડો ઘણો વધી ગયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, હવે કુલ કેસ 468 થયા છે, જેમાંથી 40 વિદેશના લોકોનો સમાવેશ થાય છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)