દિવાળીએ અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક સાથે 91 કેસ આવ્યા….સ્ફોટક સ્થિતિ !

www.mrreporter.in

અમદાવાદ- મી.રિપોર્ટર, ૧૫મી નવેમ્બર. 

દિવાળી તહેવારોને કારણે અઠવાડીયાથી લોકો બેખૌફ બનીને જાણે કે કોરોના છે જ નહીં એ રીતે ખરીદી કરવા નીકળી પડ્યા હતા. જેને પગલે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ સેવવામાં આવી રહી છે જે હવે સાચી પડવા લાગી છે. રાજ્યમાં 4 દિવસથી દૈનિક 1100થી વધુ નવા કેસો નોંધાવા લાગ્યા છે. પરંતુ આજથી હવે કોરોનાના કેસોનો બોમ્બ ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે રાતે 91 જેટલા કેસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. જેને કારણે આરોગ્ય તંત્ર પણ સફાળુ જાગી ગયું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

અમદાવાદ શહેરમાં ફટાકડાની આતશબાજીઓની ગુંજ અને ધૂમ ધડાકા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ લાવતી એમ્બ્યુલન્સની સાયરનો ગુંજતી હતી. જો કે ફટાકડાના કાનફાડ અવાજોમાં એમ્બ્યુલન્સના સાયરનના અવાજો દબાઈ ગયા હતા. જે હવે આગામી કેટલાય દિવસો સુધી સંભાળાય શકે છે. દિવાળીના દિવસે કુલ 134 કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.તમામ આંકડા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ 15 નવેમ્બરના સવારના સાડા 9 વાગ્યાની સ્થિતિએ દિવાળીના તહેવારોમાં શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ, AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલોમાં માત્ર 20 જ ICU વેન્ટિલેટર ખાલી છે. જ્યારે કુલ 231 બેડ જ હાલ ઉપલબ્ધ છે. જો સાવચેતી નહીં દાખવીએ તો એપ્રિલ-મે જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં 14 નવેમ્બરના રોજ 198 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 174 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ થયા હતા અને બે દર્દીના મોત નિપજ્યાં હતા.આ સાથે જ શહેરમાં કુલ કેસની સંખ્યા 41,916એ પહોંચી હતી. જ્યારે મૃત્યુઆંક 1884 થયો હતો અને 37,203 દર્દી કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જ્યારે કુલ 2829 એક્ટિવ કેસ છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply