ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ : ૨૧મીથી વડોદરા, સુરત, અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું લાગુ

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર- મી.રીપોર્ટર, ૨૦મી નવેમ્બર.

રાજ્યમાં ૮ વિધાનસભા મત વિસ્તારમાં ચુંટણીઓ અને દિવાળીની ખરીદી માર્કેટમાં શરુ થતા જ રાજ્યના તબીબોએ દિવાળીના તહેવારો બાદ કોરોના નો કહેર પુન: વધી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. હવે  રાજ્યના તબીબોની ચિંતા સાચી પડી છે.  અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરીથી શરૂ થયો છે. રાજ્યમાં કોરોના કેસમાં ઘણો ઉછાળો આવ્યો છે જેના કારણે અમદાવાદમાં તો શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે.  રાજ્યના  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધીને અમદાવાદની સાથે જ હવે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યું લગાવવાની જાહેરાત કરી હતી. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

રાજ્યમાં કોરોના મહામારીના લીધે વકરેલી સ્થિતિ અંગે  મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે  સમિક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠક બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આ ત્રણેય શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આ સાથે તેમણે તે પણ કહ્યું હતું કે, લોકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. રાજ્યમાં કોરોનાની સારવાર માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં બેડ ખાલી નથી તેવી વાત તદ્દન ખોટી છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે અમદાવાદની જેમ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લાદવામાં આવશે. શનિવારથી આ ત્રણેય શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જ્યારે આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી આ કરફ્યુ યથાવત રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ રાત્રી કરફ્યુ રહેશે.તેમણે કહ્યું હતું કે કોરોના માટે બનાવવામાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં 971 દર્દીઓ દાખલ છે. જ્યારે 60 આઈસીયુ બેડ ખાલી છે. આ ઉપરાંત 1200 બેડની હોસ્પિટલમાં નવા 120 બેડ ઉમેરાશે. સોલામાં હાલમાં 400 આઈસોલેશન વોર્ડ અને 50 આઈસીયુ બેડ છે. સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલમાં પણ સારવારનું પૂરતી સુવિધાઓ છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.