Corona Alert! દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી, અહીં મળ્યાં સૌથી વધુ કેસ

www.mrreporter.in
Spread the love

હેલ્થ-નવી દિલ્હી, ૨૨મી જુન.

દેશમાં કોરોના ની બીજી લહેરે આતંક મચાવ્યા બાદ હવે ત્રીજી લહેર નો ખતરો લોકોને ડરાવી રહ્યો છે. ત્રીજી લહેર સત્તાવાર રીતે આવે તે પહેલા જ દેશમાં દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઇ છે. દેશના ત્રણ રાજ્યોમાં  આ નવા વેરિએન્ટના કેસ પણ જોવા મળી રહ્યા છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટની એન્ટ્રી થઇ છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 કેસ સામે આવ્યા છે. 21 કેસો પૈકી  9 કેસ રત્નાગીરી, 7 જળગાંવ, 2 મુંબઈ અને 1-1 સિંધુદુર્ગ, થાણે અને પાલઘર જિલ્લાના  છે. 

એજ રીતે કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટે દસ્તક આપી છે. અહીંના બે જિલ્લા પલક્કડ અને પથનમથિટ્ટાથી ભેગા કરાયેલા સેમ્પલથી ડેલ્ટા પ્લસ વેરિએન્ટના ઓછામાં ઓછા 3 કેસ સામે આવ્યા છે. જિલ્લાના કાડાપરા પંચાયતનો એક ચાર વર્ષના બાળકમાં પણ નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ વાઈરસ જ જોવા મળ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ભોપાલથી ડેલ્ટા વેરિએન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો. રાજધાનીમાં ગુરુવારે 65 વર્ષની એક મહિલા કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત થઈ હોવાની પુષ્ટિ થઈ હતી.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.