કૂપર હોસ્પિટલના ડોક્ટરે CBIને જણાવ્યું, ‘મુંબઈ પોલીસના કહેવાથી ઉતાવળમાં કર્યું સુશાંત સિંહનું પોસ્ટમોર્ટમ’

www.mrreporter.in

મુંબઈ- મી.રિપોર્ટર, 22મી ઓગસ્ટ . 

બૉલીવુડ  સ્ટાર  સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર્સે એક મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈની પૂછપરછમાં સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર એક ડોક્ટરે જણાવ્યું કે, મુંબઈ પોલીસે તેમને પોસ્ટમોર્ટમ જલદી કરવાની સૂચના આપી હતી. સીબીઆઈની એક ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સુશાંતની ઑટોપ્સી કરનાર ડોક્ટર્સની પૂછપરછ થઈ રહી છે. ઓટોપ્સી રિપોર્ટમાં અનેક રીતની ખામીઓ સામે આવી છે.

  અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

સીબીઆઈની ટીમે ડોક્ટર્સને પૂછ્યું કે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આટલી ઉતાવળ કેમ કરી? તો તેમાંથી એક ડોક્ટરે કહ્યું કે આવું કરવા માટે મુંબઈ પોલીસે કહ્યું હતું. નોંધનીય છે કે 14 જૂનના રોજ સવારે સુશાંતનો મૃતદેહ તેના બેડરુમમાં પંખાથી લટકાયેલો જોવા મળ્યો હતો. જે પછી 14 જૂનની રાતે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

રિયા ને શબગૃહ જવાની પરવાનગી કોણે આપી ?

સુશાંત સિંહનો પોસ્ટમોર્ટમ આવતા પહેલા 15 જૂનના રોજ રિયા ચક્રવર્તી પણ હોસ્પિટલના શબગૃહમાં પહોંચી હતી. તે ત્યાં 45 મિનિટ સુધી રોકાઈ હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ અને મુંબઈ પોલીસ પર પહેલાથી જ સવાલો ઉઠી રહ્યાં છે કે રિયાને શબગૃહમાં અંદર જવાની પરવાનગી મળી જ કેવી રીતે? રિયા પરિવારની સભ્ય જ નથી. આ મામલો કથિત રીતે આત્મહત્યાનો કેસ છે, જેથી રિયાને શા માટે અને કોણે ક્લિયરન્સ આપ્યું. તેના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply