વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ આઈકાર્ડ વગર જ મતદાન બૂથમાં પ્રવેશતા વિવાદ, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

www.mrreporter.in
Spread the love

‘ઓ બેન અંદર ના જવાય તમારાથી…તમારા જોડે આઇકાર્ડ છે’ : કોંગ્રેસના ઉમેદવારના સમર્થકે વિરોધ નોધાવ્યો

વડોદરા-મી.રિપોર્ટર,૨૧મી ફેબુઆરી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ચાલી રહેલા  મતદાનમાં સાંસદ રંજનબહેન ભટ્ટ આઈકાર્ડ વગર જ મતદાન બૂથમાં પ્રવેશતા વિવાદ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન પ્રક્રિયા દરમિયાન આઈ-કાર્ડ વગર બુથમાં પ્રવેશી રહ્યા હોવાનો અને કોંગ્રેસ સમર્થક વ્યક્તિએ  સાંસદ રંજનબેન ભટ્ટ ને મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળી જવા માટે આગ્રહ કરવા છતાં સાંસદ બહાર ન નીકળતા આક્ષેપ કરનારે વિરોધ કર્યો હતો અને બુથ પરના અધિકારીઓને ફરિયાદ કરીને વિડીયો વાઈરલ કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ભારે હોબાળો મચ્યો છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વહેલી સવારથી શરુ થયેલા મતદાનમાં  વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેન ભટ્ટ શહેરની નુતન સ્કૂલનાં બુથમાં પ્રવેશ્યા હતા. સાંસદનાં પ્રવેશતાની સાથે જ જાગૃત મતદાર અને કોંગ્રેસ સમર્થકે ભારે  વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સમર્થકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે, સાંસદ રંજનબહેન ભટ્ટા મતદાન મથક પર પહોંચે છે અને અંદર પ્રવેશતી વખતે એક વ્યક્તિ લાઈવ વિડીયોમાં તેમને કહે છે કે, બહેન તમે અંદર ન જઈ શકો અને પોલીસને પણ આ અંગે જાણ કરે છે. આ દરમિયાન રંજનબેહન મતદાન બૂથમાં પ્રવેશે છે ત્યારે વ્યક્તિ ચૂંટણી અધિકારીને વિનંતી કરીને રંજનબહેનને બહાર જવા માટે કહેવાનું કહે છે.

આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ કરતા આ કોંગ્રેસ સમર્થકે  સાંસદને વિડીયોમાં કહ્યું હતું કે ‘ઓ બેન અંદર ના જવાય તમારાથી, તમારા જોડે આઇકાર્ડ છે. અધિકારીઓ કોણ છે અહીંયા બહાર કાઢો એમને’

તો બીજીબાજુ વિવાદ વચ્ચે સાંસદ  રંજનબેન ભટ્ટે પતિ અને પરિવાર સાથે મતદાન કર્યું હતું અને ભાજપની જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

www.mrreporter.in

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.