ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા VC જગદીશ ભાવસારને ABVPના દલાલ અને રાજકિય દલાલો કહેતાં વિવાદ

www.mrreporter.in
Spread the love

અમદાવાદ-મી.રિપોર્ટર , 10મી ડિસેમ્બર. 

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસર હાજર રહેતાં  આજે NSUI દ્વારા VC જગદીશ ભાવસારને ABVPના દલાલ અને રાજકિય દલાલો કહેતાં ભારે  વિવાદ વકર્યો છે. ભારે વિરોધ વચ્ચે NSUI ના કાર્યકર્તા ઓ એ ઉપકુલપતિ જગદીશ ભાવસાર આવેદન પત્ર  આપતી વેળાએ NSUIનો ખેસ પહેરવાનો પ્રયત્ન કર્યો હતો. જે ઘટના બાદ  VC જગદીશ ભાવસાર ત્યાંથી જતા રહ્યા હતા. જોકે તે બાદ  પોલીસ અને NSUI ના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

ABVPના કાર્યક્રમના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસર હાજર રહ્યાં હતા, જેને લઈને NSUI દ્વારા કાર્યક્રમમાં હજાર રહેનાર તમામ કર્મચારી અને પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. જે માંગણીના સંદર્ભમાં NSUIએ આજે  ઉપકુલપતિ જગદીશ ભાવસાર ને આવેદન પાત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. ઉગ્ર રજૂઆત વચ્ચે NSUI એ પોતાનો વિરોધ નોંધાવીને આવેદન પત્ર  આપતી વેળાએ NSUIનો ખેસ પહેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ  NSUI એ  જગદીશ ભાવસારના નામના નારા સાથે જગદીશ ભાવસાર ભાજપના દલાલ જેવા નારા લાગ્યા હતા. નારા લાગતા જ જગદીશ ભાવસાર ત્યાંથી નીકળી ગયા હતા. અત્રે ઉલ્લખેનીય છે કે NSUI એ VC લોબીમાં NSUI એ રાજકીય પક્ષના દલાલ અને ABVPના દલાલ લખેલા પોસ્ટર લગાવ્યા હતા. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.