કોવીડ ગાઈડલાઈન્સનો ભંગ કરી વડોદરાના રાવપુરાના NM કલાસીસ સંચાલકે ધો.૧૨ ના વિદ્યાર્થીઓને બોલાવતાં વિવાદ

www.mrreporter.in
Spread the love

[responsivevoice_button]

વિદ્યાર્થીઓ કહે છે કે અમે ૯ થી ૧૨ ભણીએ છીએ : નિમેષ મોદી અમારા BAA ના મેમ્બર નથી :  જો અમારી  જાણમાં તેઓ મેમ્બર સાબિત થશે તો અમે તરત એક્શન લઈશું. આવી ગંભીર બેદરકારી બદલ તેમને સભ્યપદ થી દૂર કરીશું : સમીર દુર્વે 

એજ્યુએશન-વડોદરા, મી.રીપોર્ટર, ૧૬મી સપ્ટેમ્બર.

રાજ્યમાં હજુ પણ કોવીડની મહામારી યથાવત છે. કોવીડના વધતા કેસ ને જોઇને તાજેતરમાં જ રાજ્ય સરકારે દિવાળી સુધી સ્કૂલો નહિ ખોલવાનો નિર્ણય કર્યો હતો, દિવાળી બાદ કોરોના ની સ્થિતિ જોયા બાદ જ  સ્કૂલો ખોલવી કે નહિ તે અંગે નિર્ણય લીધો છે.  કોવીડ  ગાઈડલાઈન્સનો અમલ કરવાની સ્પષ્ટ તાકીદ હોવા છતાં પણ વડોદરાના એક ક્લાસીસ ના સંચાલકે કોવીડ ગાઈડલાઈન્સનો ભંગ કરીને ખુલ્લેઆમ ક્લાસીસ ચાલુ રાખી ને વિદ્યાર્થીઓ ને ક્લાસીસમાં ભણવા માટે બોલાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

દેશમાં કોરોના મહામારી યથાવત છે. કોરોના ના લીધે સ્ફોટક સ્થિતિ થઇ રહી છે. કેસ વધતા હોઈ કેન્દ્ર સરકારે શાળાઓ અને અન્ય કલાસીસ ખોલવા પાર દિવાળી સુધી પ્રતિબંધ મુક્યો છે. દિવાળી બાદ કોરોના ની સ્થિતિ જોયા બાદ શાળા શરુ કરવા અંગે નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ બાદ રાજ્ય સરકારે પણ ઉપરોક્ત નિર્ણય કર્યો હતો. આ સ્પષ્ટ આદેશ હોવા છતાં પણ વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા NM classes ના સંચાલક નિમેષ મોદી એ કલાસીસ ચાલુ રાખી ને વિદ્યાર્થીઓને બોલાવી ને તેમને ભણાવતા હોવાની વિગતો બહાર આવી છે. આજે NM classes ચાલુ હોવાની અને વિદ્યાર્થીઓની અવર જવર હોવાની સાથે તેઓ કલાસીસમાં સોશિયલ ડિસ્ટન્સીગ રાખ્યા વગર અને મોઢે માસ્ક પહેર્યા વગર ભણતા હોવાની વિગતો બહાર આવી છે.

www.mrreporter.in

કલાસીસ છેલ્લા કેટલાય દિવસ થી ચાલતા હોવાની અને ધો. 12ના વિદ્યાર્થીઓ રોજ સવારે 9 થી 12 ભણવા આવતા હોવાનું જાણવા મળ્યું છે. ખુદ વિદ્યાર્થીઓ પણ આ બાબત ને સ્વીકારે છે. એક વિદ્યાર્થીએ તો જણાવ્યું કે તે રોજ 9 થી 12 કલાસીસમાં ભણવા આવે છે અને સાહેબ તેમને ભણાવે છે. 

ખુલ્લેઆમ કોવીડ ગાઈડલાઈન્સનો ભંગ કરીને કલાસીસ ચાલુ રાખીને વિદ્યાર્થીને બોલાવનાર NM classes ના સંચાલક નિમેષ મોદી એ ” www.mrreporter.in – મી.રિપોર્ટર ને ટેલિફોન પાર પર જણાવ્યું  હતું કે, હું  F.Y, S.Y, T.Y ના વિદ્યાર્થીઓને ભણાવું  છું. ધોરણ  12 ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 25મીએ હોવાથી તેઓ ભણવા આવે છે. તેઓ ને કોઈ સમસ્યા હોય તો તેઓ પૂછે છે અને હું સોલ્વ  કરી આપું છું . એમાં ક્યાં ગાઈડલાઈન્સનો ભંગ કર્યો ? હું બરોડા એકેડેમિક એસોસિએશન (BAA ) નો મેમ્બર છું. વિદ્યાર્થીઓ જાતે જ ભણવા આવે છે, હું તેમને બોલાવતો નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, NM classes ના સંચાલક નિમેષ મોદીએ સરકારની ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. ભંગ કર્યો હોવા છતાં પણ તો સ્વીકારવા તૈયાર નથી. વિદ્યાર્થીઓ કલાસીસમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સીગ રાખ્યા વગર  બેઠેલા જણાયા છે. જો કોઈ વિદ્યાર્થી ( ન કરે નારાયણ ) કોવીડ પોઝિટિવ  બને તો NM classes ના સંચાલક નિમેષ મોદી જવાબદારી લેશે ? 

www.mrreporter.in

કલાસીસ બંધ રાખવાનો આદેશ હોવા છતાં પણ ખુલ્લેઆમ કોવીડ ગાઈડલાઈન્સનો ભંગ કરીને કલાસીસ ચાલુ રાખનારા NM classes ના સંચાલક નિમેષ મોદી અંગે બરોડા એકેડેમિક એસોસિએશન (baa)ના પ્રમુખ સમીર દુર્વે જણાવ્યું હતું કે, નિમેષ મોદી અમારા BAA ના મેમ્બર નથી. જો તેઓ કહેતા હોય તો મેમ્બર્સશીપ  રજુ કરે. જો અમારી  જાણમાં તેઓ મેમ્બર સાબિત થશે તો અમે તરત એક્શન લઈશું. અમે તેમને શો કોઝ નોટિસ આપીને ખુલાશો માંગીશું અને આવી ગંભીર બેદરકારી બદલ તેમને સભ્યપદ થી દૂર કરીશું. 

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.