કરજણના BJP ઉમેદવાર અક્ષય પટેલને હરાવવાની બે કાર્યકરની ઓડિયો ક્લિપ વાઈરલ થી વિવાદ, તમે સાંભળી, સાંભળો..

www.mrreporter.in
Spread the love

’25 કરોડ લઇને આવ્યો છે, એને ઘરે જ સુવડાવી દેવાનો છે’ 

રાજનીતિ- મી.રીપોર્ટર, ૨૯મી ઓકટોબર.

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકની પેટાચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને ભાજપનો જૂથવાદ પણ સામે આવી રહ્યો છે. ભાજપના નારાજ જૂથના મોટા નેતાના સમર્થકની ઓડિયો ક્લિપ વાઈરલ થઇ છે. જેમાં ભાજપના સમર્થક દ્વારા કાર્યકરોને ફોન કરીને અક્ષય પટેલને ઘરે સુવડાવી દેવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ અક્ષય પટેલે 25 કરોડ રૂપિયા લીધા હોવાની વાત પણ ઓડિયો ક્લીપમાં કરવામાં આવી છે. ૩જી તારીખના મતદાન પહેલા જ  આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

કરજણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ તથા કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિહ જાડેજા વચ્ચે સીધો જંગ છે. ૩જીએ મતદાન પેટીમાં તેમનું ભવિષ્ય નક્કી થશે. પરંતુ તે પહેલા જ ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ માટે આગામી દિવસો કપરા લાગી રહ્યા છે.

ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ છૂપી રીતે તેમના વિરૂદ્ધમાં પ્રચારમાં જોતરાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેની પાછળ કરજણના નારાજ જૂથના કોઇ મોટા નેતાનો હાથ હોવાનું ચર્ચાય છે. અને વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં પણ કાર્યકરો અક્ષય પટેલને આ ચૂંટણીમાં ઘરે બેસાડી દેવાની વાત કરી રહ્યા છે…સાંભળો ઓડિયો કલીપ…….

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)