બાગપતમાં મસ્જિદમાં વિવાદ : ભાજપ કાર્યકર્તાએ મસ્જિદમાં હનુમાન ચાલીસા વાંચી, સોશિયલ મીડિયા પર LIVE પણ કર્યું

www.mrreporter.in

રાજનીતિ-મી.રીપોર્ટર, ૫મી નવેમ્બર. 

મથુરામાં પહેલા મંદિરમાં નમાઝ અને પછી મસ્જિદમાં હનુમાન ચાલીસા વાંચવામાં આવી. હવે ઉત્તરપ્રદેશના જ બાગપત જિલ્લામાં પણ આવો મામલો સામે આવ્યો છે. આ વખતે ભાજપ કાર્યકર્તા મનુપાલ બંસલે વિનયપુરની મસ્જિદમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું. મળતી માહિતી પ્રમાણે, બંસલે મૌલાના અલી હસનની રજાથી જ મસ્જિદમાં પઠન કર્યું હતું. મામલો મંગળવારનો છે. બંસલે સોશિયલ મીડિયા પર LIVE ટેલિકાસ્ટ પણ કર્યું હતું.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મુસ્લિમ સમાજે મૌલાના અલી હસનને મસ્જિદમાંથી કાઢી મૂક્યા છે. બુધવારે મસ્જિદમાં યોજાયેલી મુસ્લિમ સમાજની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર પછી મૌલાના ગાઝિયાબાદના લોની ચાલ્યા ગયા છે. તો આ તરફ બંસલનું કહેવું છે કે મૌલાને કાઢવાનો નિર્ણય ખોટો છે. તેમણે તો ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. મૌલાનાએ પણ બંસલ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસને આપેલા નિવેદનમાં મૌલાનાએ કહ્યું હતું કે બંસલ ગામનો જ રહેવાસી છે અને પરિચિત પણ છે, એટલા માટે તેની પર કાર્યવાહી કરવા માગતા નથી.

29 ઓક્ટોબરે મથુરાના નંદબાબા મંદિરમાં 2 મુસ્લિમોએ નમાઝ અદા કરી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી. મંદિરને ગંગાજળથી ધોવામાં આવ્યું હતું. આ ઘટના પછી મથુરામાં જ બરસાના રોડ પર આવેલી એક મસ્જિદમાં 4 યુવકે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. ચારેયની ધરપકડ કરી લેવાઈ છે.

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)

Leave a Reply