વીજ બિલ ન ભરતા અકોટાની સબરજિસ્ટ્રારની કચેરીનું કનેક્શન કપાયું : 4 કલાક વીજ પુરવઠો ઠપ્પ થતાં ગ્રાહકો પરેશાન બન્યા..જુઓ વિડીયો..

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૧૬મી માર્ચ

ડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરી દ્વારા સમયસર રૂપિયા 15000 વીજ બિલ ભરવામાં ન આવતા વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. વીજ કનેક્શન કાપી નાંખવામાં દસ્તાવેજોના કામ માટે આવેલો લોકો અટવાઇ ગયા હતા. 

શહેરના અકોટા વિસ્તારમાં સબ રજિસ્ટ્રારની કચેરી આવેલી છે. આ કચેરીમાં અકોટા સહિત વિવિધ વિસ્તારોના દસ્તાવેજો સહિતની કામગીરી કરવામાં આવે છે. કચેરીના સત્તાવાળાઓ દ્વારા સમયસર રૂપિયા 15000નું વીજ બિલ ભરવામાં ન આવતા આજે સવારે વીજ કંપનીની ટીમ કચેરીમાં આવી પહોંચી હતી. અને કનેક્શન કાપી નાંખ્યું હતું. વીજ કનેક્સન કાપી નાંખવામાં આવતા દસ્તાવેજો સહિત વિવિધ કામ ગીરી માટે 200 જેટલા લોકો અટવાઇ પડ્યા હતા. અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા અંધેરતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. 

તો બીજીબાજુ સબ રજિસ્ટ્રાર ખુમાનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, કચેરીનું અંદાજે રૂપિયા 15000 બીલ બાકી હતું. આજે સવારે 10-30 વાગે વીજ કંપની દ્વારા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. જોકે, સબ રજિસ્ટ્રારે ગ્રાન્ટ આવ્યા બાદ વીજ બિલ ભરી દેવાની ખાતરી આપ્યા બાદ કનેક્શન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ભવિષ્યમાં આવી ભૂલ નહિં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.