પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કરતા સુરતની પરિણીતા જાણ થઈ કે પતિ ‘ગે’ છે

www.mrreporter.in
Spread the love

સુરત- મી.રિપોર્ટર, ૧૫મી નવેમ્બર. 

સુરતમાં લગ્નના ત્રણ વર્ષ બાદ પરણિતાને પતિની એક સચ્ચાઈ બહાર આવતા જ તેના પગમાંથી જમીન જ સરકી ગઈ હતી. સુરતના ગોપીપુરા વિસ્તારની પરિણીતાએ પતિના મોબાઈલને વોટ્સઅપ વેબથી કનેક્ટ કરતા પતિ ‘ગે’ હોવાની જાણ થઈ હતી. ત્રણ વર્ષના લગ્નજીવનમાં પતિ અને સાસરિયાએ છુપાવેલી હકીકતથી ચોકી ઉઠેલી પરણિતાએ આખરે  પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પાલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

પરિણીતાએ પોલીસ ને આપેલી ફરિયાદ મુજબ, સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી પ્રાંજલ (નામ બદલ્યું છે) ના લગ્ન 2017માં નવાપુરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા.  લગ્નના બીજા જ દિવસથી પૈસા ને લઈને પ્રાંજલ ને સાસરીયા ત્રાસ આપતા હતા. પ્રાંજલ આ અંગે પતિને જાણ કરતી તો પતિ મારઝૂડ કરતો હતો.

લગ્ન બાદ ક્યારેય શારીરિક સંબંધ નહી બાંધનાર અને રાત્રે માતા સાથે સૂતા પતિને ટકોર કરી હતી. પતિ જણાવતો હતો કે, માતા બીમાર હોવાથી તેની સાથે સૂવું પડશે. પતિનો મેડિકલ રિપોર્ટ સારો ન હોવાથી પ્રેગનન્સી ન રહેતી હોવા છતા સાસુ-સસરા પ્રાંજલ ને જવાબદાર છેરવી મહેણા-ટોણાં મારતા હતા.

સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી પ્રાંજલે પિતાને ફોન કરી બોલાવ્યા હતા અને તેની સાથે પિયર આવી ગઈ હતી. ત્યારબાદ પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કરેલો હોય તેમાં આવતા મેસેજ વાંચ્યા હતા. પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ પુરૂષો સાથે સંબંધ રાખે છે. 

(નોંધઃ આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.)