અમદાવાદ-રાજનીતિ, મિ.રિપોર્ટર, ૨૩મી મે.
દેશમાં પુનઃ મોદી સરકાર બની રહી છે. આજે 2019ની લોકસભા ચૂંટણીમાં મતોની હાથ ધરાયેલી ગણતરીમાં કોંગ્રેસની કારમી હાર થઇ રહી છે, ત્યારે અનામત આંદોલનના હીરો પણ હવે ઝીરો બની ગયેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે બળાપો કાઢતા જણાવ્યું છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં, દેશની જનતા હારી છે.
કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પર હાર્દિકે પોતાના twitter એકાઉન્ટ પર લખ્યું છે કે, આ ચૂંટણી કોંગ્રેસ નહીં, બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, ખેડૂત હાર્યો છે, મહિલાનું સમ્માન હાર્યું છે, સામાન્ય નજતા સાથે જોડાયેલા દરેક મુદ્દા હાર્યા છે, એક આશા હારી છે, સાચું કહો તો હિન્દુસ્તાનની જનતા હારી છે. હાર્દિકે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરતા લખ્યું છે કે, આપણે લડતા રહીશું અને જીતશે.
હાર્દિકના ટ્વીટ બાદ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ પોતાની હાર સ્વીકારવાને બદલે દેશની જનતાને જ દોષી માની રહી છે. હાર્દિકના ટ્વીટ સામે તમે સહમત છો ? જો હા હોય તો અમારા Whats App no : 9978099786 & 7016252800 પર YES OR NO લખીને આપની કોમેન્ટ મોકલી આપો.
હાર્દિકના દાવાને ખુદ પ્રજાએ ખોટો પાડ્યો
લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ જે એક્ઝિટ પોલ આવ્યા હતા તેના પર પણ હાર્દિકે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ 8-10 બેઠકો જીતી રહી છે. તેણે તો દેશમાં પણ યુપીએની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો. એક્ઝિટ પોલને ખોટા ગણાવતા હાર્દિકે 20 વર્ષમાં 2014 સિવાયના તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે તેવું પણ કહ્યું હતું.