રાફેલ મુદ્દે કોંગ્રેસનો મોટો ખુલાસો, ગોવાના મંત્રીએ કહ્યું પાર્રિકરના બેડરૂમમાં રાફેલની ગુપ્ત ફાઈલો : ઓડિયો ટેપ જારી

Spread the love

નવી દિલ્હી, ૨જી જાન્યુઆરી.  

વર્ષ ૨૦૧૯ના પ્રારંભમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ સહીત પોતાના આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેના વળતા જવાબરૂપે કોંગ્રેસે રાફેલ ડીલ મુદ્દે નવો ઘટસ્ફોટ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે બુધવારે એક ઓડિયો ક્લીપ બહાર પાડી હતી. જેમાં સુરજેવાલાએ દાવો કર્યો છે કે, થોડા દિવસ પહેલા ગોવાની કેબિનેટની બેઠકમાં રાફેલ મુદ્દે ભારે હોબાળો થયો હતો, જેમાં મનોહર પાર્રિકરે કહ્યું કે, “તમામ ફાઈલો તેમની પાસે છે, કોઈ તેમનું કોઈ કંઈ બગાડી નહિ શકે”

કોંગ્રેસ નેતા સુરજેવાલે ગોવાનાં સ્વાસ્થ્યમંત્રી વિશ્વજીત રાણે સાથેની રાફેલ ડીલ અંગેની ચર્ચા-વાતચીતની એક ઓડિયો ક્લીપ બહાર પાડી હતી, જેમાં મનોહર પાર્રિકર પાસે રાફેલ મામલે એવું કયું રહસ્ય છે, આ ફાઈલોમાં કોઈ કૌભાંડ છે કે શું? સુરજેવાલાએ ગોવાનાં મંત્રી કોની સાથે વાત કરી રહ્યાં છે તેની સ્પષ્ટતા કરી નથી.
लीक ऑडियो में सुनिए : गोवा की भाजपा सरकार के मंत्री @visrane ने बातचीत में खुलासा किया कि गोवा के मुख्यमंत्री @manoharparrikar के पास #RafaleScam से जुड़े राज मौजूद हैं, इसलिए उनका कोई कुछ नहीं बिगाड़ सकता।#RafaleAudioLeak pic.twitter.com/LE9wyyNIeO

— Congress (@INCIndia) January 2, 2019

કોંગી નેતાએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને રાફેલ ખરીદીનાં ગોટાળાનાં મામલે BJPનાં મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રીએ કહેલી આ વાત રાફેલ કૌભાંડ અંગેની સ્પષ્ટતા કરે છે કે, રાફેલમાં દરેક ક્ષેત્રે ગોટાળો કરવામાં આવ્યો છે જેનાં માટે ચોકીદાર જ જવાબદાર છે. સુરજેવાલાએ કહ્યું કે, જ્યારે 10 એપ્રિલ,2015ના રોજ ફ્રાંસમાં રાફેલ ડીલ અંગેની જાહેરાત થઈ હતી, ત્યારે રક્ષા મંત્રી ગોવામાં માછલી ખરીદી રહ્યાં હતા.  બહાર પાડેલી ઓડિયો ક્લીપમાં શું છે?

અન્ય વ્યક્તિઃ ગુડ ઈવનિંગ સર 

વિશ્વજીત રાણેઃ બોસ, ગુડ ઈવનિંગ, આજે ત્રણ કલાકની કેબિનેટની બેઠક થઈ હતી

અન્ય વ્યક્તિઃ ઓકે

વિશ્વજીત રાણેઃ આને ખાનગી જ રાખજો

અન્ય વ્યક્તિઃ હાં

વિશ્વજીતઃ આજે ઘણો હોબાળો થયો હતો, નીલેશે તેનાં વિસ્તારમાંથી મોટા ભાગનાં એન્જિનીયરો પસંદ કર્યા છે. જયેશ સાલ્ગોનકરને લિસ્ટ મળ્યુ છે, બધા તેનાથી નાખુશ છે કારણ કે હજુ સુધી નિમણૂંક કરાઈ નથી.

અન્ય વ્યક્તિઃ ઓકે

વિશ્વજીતઃ બાપુ સુદીન ધવલાલિકર સાથે લડી રહ્યો હતો.

અન્ય વ્યક્તિઃ ઓકે

વિશ્વજીતઃ આજની બેઠકમાં મુખ્યમંત્રીએ રસપ્રદ નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે, રાફેલ સંબધિત તમામ જાણકારી મારા બેડરૂમમાં છે.

અન્ય વ્યક્તિઃ આ શું કહી રહ્યા છો?

વિશ્વજીતઃ હાં