ત્રણ રાજ્યોમાં ભાજપના કમળને કચડીને કોંગ્રેસનો હાથ લહેરાયો : કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી

Spread the love

મિ.રિપોર્ટર, ૧૨મી ડીસેમ્બર. 

 દેશના પાંચ રાજ્યોની યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરીમાં મિઝોરમ અને તેલંગાણા ને બાદ કરતાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ એમ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસ ને મળેલ ભવ્ય વિજય અને સરકાર બનાવાની સ્થિતિ સર્જાતા  દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિજયની ઉજવણી શરૂ કરી દીધી છે. જેમાં  વડોદરા શહેર તેમજ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે અકોટા દાંડિયાબજાર બ્રિજ ચાર રસ્તા પર પહોંચ્યા હતા. ચાર રસ્તા પર કાર્યકર્તાઓએ સુત્રોચાર કરીને જીતની ઉજવણી શરૂ કરી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ તેમજ વિપક્ષના નેતા, કોંગ્રેસના હોદ્દેદારોઅમે મહિલા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ને કોંગ્રેસે મેળવેલ ભવ્ય વિજય ઉજવણી કરી ને વિજતોત્સવનો માહોલ સર્જ્યો હતો. ઘણા વર્ષો બાદ કોંગ્રેસને વિજયોત્સવ ઉજવવાની ખુશી મળતાં  મીઠાઈ ખવડાવીને કોંગ્રેસીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

This slideshow requires JavaScript.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની પ્રજા પોતાના રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારથી ત્રાસી ગઇ હતી. ભાજપની વિકાસની વાતોનો ફૂગ્ગો ફૂટી ગયો છે. કોંગ્રેસ પંજાબની જેમ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ વચનો પૂરા કરશે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ દેશની પ્રજા ભાજપને હારનો સ્વાદ દેખાડશે.