વડોદરા- પોલીટીકલ, મી.રિપોર્ટર, ૨૭મી જુન.
કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં મોદી સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણના આક્ષેપ સાથે વડોદરા કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જોકે પરવાનગી મુદ્દે રાવપુરા પોલીસે 20 કોંગી નેતાઓની અટકાયત કરતા મામલો ગરમાયો હતો અને પોલીસ મથકે ધરણા યોજવાની સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8
વડોદરા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે બેનર સાથે સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારની નીતિ વિરુદ્ધ આક્રોશ દર્શાવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જોકે રાવપુરા પોલીસે પરવાનગી મુદ્દે પ્રમુખ ઋત્વિજ જોશીની ટીંગાટોળી સાથે 20 જેટલા કોંગી નેતાઓની અટકાયત કરી હતી. જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અગ્નિપથ યોજના મુદ્દે યુવાનો ચિંતિત છે. મહિલાઓ અને કિસાનો લાચાર બન્યા છે. ખુલ્લેઆમ દારૂ-જુગારના ધંધા ધમધમી રહ્યાની સાથે કાયદાનું હનન થઈ રહ્યું છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક ધરણાનો કાર્યક્રમ યોજતા પોલીસે અટકાયત કરી છે. ભાજપના 27 વર્ષના શાસનમાં પ્રજા ત્રસ્ત છે અને ભાજપ સત્તાના નશામાં મસ્ત છે.