કોંગ્રેસી નેતા મારી સાથે ગાળાગાળી કરતા હતા અને મને પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે : રેશમા પટેલ

www.mrreporter.in
Spread the love

રાજકારણ-વડોદરા,મિ.રિપોર્ટર, ૧૪મી જુલાઈ

ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ  અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા  ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ આપેલી એક જાહેર નોટિસ પાઠવી હતી, જે રાજકીય મોરચે ભારે ચર્ચાસ્પદ બની હતી. આ વિવાદ શાંત થાય તે પહેલા જ હવે ભરતસિંહ ના પત્ની  રેશ્મા પટેલે પોતાના વકીલ મારફત પોતાનો જાહેર ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોના મહામારીથી બીમાર હતા. ત્યારે મેં તેમની ખૂબ સેવા કરી છે. અને પુનઃ જીવન આપ્યું છે. પરંતુ, તેઓ સાજા થયા બાદ છૂટાછેડા આપવા માટે  સતત દબાણ કરી રહ્યા છે અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા પતિએ મારા ઉપર મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે.

www.mrreporter.in

રેશ્મા પટેલે કરેલા ખુલાસામાં એમ પણ જણાવ્યું છે કે, પતિ ભરતસિંહ સોલંકી રાજકારણના મોટા હોદ્દાનો દૂરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે. અમે અમારા પતિ સાથે કોઇ ગેરવર્તણૂંક કરી નથી. અમે તેઓ સાથે પત્ની તરીકે રહેવા તૈયાર છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં, પતિ અમોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ અમે કોઇના ઘરે આશ્રિત તરીકે રહીએ છે. ત્યાં પણ અમોને શાંતિથી રહેવા દેતા નથી. અને અલગ-અલગ વ્યક્તિ પાસે ધમકીઓ આપવામાં આવી રહી છે.

ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત એક જાહેર નોટીસ પાઠવી હતી 

www.mrreporter.in

ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત એક જાહેર નોટિસ પાઠવી હતી કે, તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.