અમદાવાદ- મિ.રિપોર્ટર, ૨જી એપ્રિલ
ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે બાકી ઉમેદવારો માટે બેઠકો ચાલી રહી છે, જેમાં કોંગ્રેસની ઈલેક્શન કમિટીની બેઠકમાં ગુજરાતની વધુ ચાર બેઠકોના ઉમેદવારો ફાઈનલ કર્યા છે. કોંગ્રેસે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલી બેઠક પરથી ભાજપના નારણભાઈ કાછડિયા સામે ચૂંટણી લડાવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસે પરેશ ધાનાણી ઉપરાંત ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે સી.જે. ચાવડાને તક આપવામાં આવી છે. જામનગરમાં મૂળુભાઈ કંડોરિયા અને સુરેન્દ્ર નગરની બેઠક પર સોમાભાઈ ગાંડાભાઈ પટેલને કોંગ્રેસે ટિકીટ આપી છે. જોકે કોંગ્રેસે અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ,ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને સુરતની બેઠકો પર ઉમેદવારોની પસંદગી બાકી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રેસ ગુજરાતની 26 માંથી 17 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.