www.mrreporter.in

રાજનીતિ-વડોદરા, ૩જી ઓગસ્ટ.

ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા સફળતા પૂર્વક પૂર્ણ થયેલા 5 વર્ષની વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષમાં ધરાર નિષ્ફળ પુરવાર થયેલી રૂપાણી સરકાર સામે સમાંતર કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાત સરકાર દ્વારા તમામ તાલુકા મથકો ઉપર અન્ન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સામે કોંગ્રેસ દ્વારા અન્ન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 15 ઉપરાંત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નંદેસરી બજારમાં અન્ન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો), શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, દિલીપ ભટ્ટ, અમીત ગોટીકર સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સરકાર વિરોધી પોસ્ટર્સ અને બેનર્સ સાથે કાર્યક્રમમાં જોડાયેલા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

www.mrreporter.in

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની રૂપાણી સરકાર તમામ ક્ષેત્રમાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. પાછલા વર્ષોમાં ગરીબોના મોંઢાનું અન્ન છીનવીને હવે સરકાર ગરીબોને અન્ન આપીને દેખાડા કરી રહી છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતની રૂપાણી સરકાર તમામ ક્ષેત્રમાં નિષ્ફળ ગઇ છે. પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે સરકાર દ્વારા હવે વિવિધ કાર્યક્રો યોજી રહી છે. સરકાર ખરેખર પ્રજાનું હિત ઇચ્છતી હોય તો પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડરના વધેલા ભાવોમાં ઘટાડો કરે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: