લોકસભાની વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ઢોલ-નગારા સાથે રેલી કાઢી ને ઉમેદવારી ફોર્મ ભર્યું, જીત નો દાવો કર્યો….જુઓ વિડીયો…

Spread the love

વડોદરા-મિ.રિપોર્ટર, ૨જી એપ્રિલ

વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે (ટીકો) આજે વિશાળ રેલી સાથે કાઢીને પોતાના સમર્થકોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.  ઉમેદવારી પત્ર ભરતાં પહેલા ઢોલ-નગારા, આદિવાસી નૃત્ય સાથે કાઢેલી રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. એક શિક્ષીત બેજગોર યુવાન, એક મુસ્લિમ મહિલા, એક બ્રાહ્મણ યુવાન સહિત 4 લોકોએ ટેકેદાર તરીકે સહી કરી હતી.

વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે (ટીકો) જ્યુબિલી બાગ પાસે આવેલા શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરમાં પત્ની અને માતા સાથે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. ત્યારબાદ નીકેળેલી રેલીમાં ઢોલ-નગારા, આદિવાસી નૃત્ય, ડી.જે. સાથે કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોષી, શૈલેષ અમીન સહિત અગ્રણીઓ જોડાયા હતા. રેલીનું માર્ગોમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદી પોળ ખાતે રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલના પત્નીના આશિર્વાદ લીધા હતા. ઉમેદવારી ફોર્મ ભરવા માટે રેલીને કલેક્ટર કચેરી ખાતે પહોંચવામાં મોડુ થશે તેમ લાગતા પ્રશાંત પટેલ અમદાવાદી પોળ ખાતે પહોંચેલી રેલી છોડીને ટેકેદારો સાથે બાઇક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા.

કોંગ્રેસ અગ્રણી અને માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. વડોદરાના લોકો પણ હવે પરિવર્તન ઇચ્છે છે. ત્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ(ટીકો)ને બહુમતીથી ચૂંટીને લાવવા માટે વડોદરા લોકસભા બેઠકના મતદારોએ મન મનાવી લીધું છે. હવે દેશની પ્રજાને ખબર પડી ગઇ છે. દેશના ચોકીદાર ચોર છે. 

This slideshow requires JavaScript.