કોંગ્રેસ “યુવા” બની : જિજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા, રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો

કોંગ્રેસ “યુવા” બની : જિજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા, રાહુલ ગાંધીએ ખેસ પહેરાવ્યો

Spread the love

રાજનીતિ -મી.રિપોર્ટર, 28મી  સપ્ટેમ્બર. 

કોંગ્રેસ પંજાબના પ્રમુખ પદે થી ક્રિકેટર માંથી રાજકારણી બનેલા સિદ્ધુ એ રાજીનામુ આપી દીધું છે આ ઘટના ને લઈને કોંગ્રેસમાં ધરતીકંપ સર્જાયો છે. તો બીજીબાજુ કોંગ્રેસમાં CPI નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સત્તાવાર રીતે કોગ્રેસમાં સામેલ થતા જ કોંગ્રેસમાં યુવાઓ નું કદ વધ્યું છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

આજે સાંજે કોંગ્રેસના મુખ્યાલયે બંને નેતાઓને કોંગ્રેસની સદસ્યતા આપવામાં આવી છે. દિલ્લીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બંને નેતાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો. જિજ્ઞેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી સમયે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિજ્ઞેશ મેવાણી બનાસકાંઠાના વડગામથી હાલમાં અપક્ષ ધારાસભ્ય છે. આગામી દિવસોમાં હાર્દિક અને મેવાણીની જોડી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ લાવે એવી શક્યતા છે.

તો CPI નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પણ કોંગ્રેસમાં સામેલ થયા છે. થોડા દિવસો પહેલા તેમણે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Share
%d bloggers like this: