કોંગ્રેસ અને તેના નેતાઓ એ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે : ભાજપના પ્રવકતા સુધાંશુ ત્રિવેદી

www.mrreporter.in

વડોદરા-રાજનીતિ , મી. રિપોર્ટર,  ધીરજ ઠાકોર, 25મી નવેમ્બર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસ બાકી છે,ત્યારે વડોદરા ભાજપ દ્વારા મતદારો ને રીઝવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.આજે વડોદરાના મહેમાન બનેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ ને આડે હાથ લીધી હતી.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં સર સયાજીરાવ ગાયકવાડે ઉભી કરેલી શિક્ષણ વ્યવસ્થાની તારીફ કરવાની સાથે વડોદરા ને શિક્ષણ અને સંસ્કૃતિ ના કલ્ચરના વખાણ કરીને આવનાર દિવસોમાં અપગ્રેડ શિક્ષણ વ્યવસ્થા અને સ્કીલ બેઝ શિક્ષણ નો પાયો પણ વડોદરામાં જોવા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરી ને વડોદરા શહેર અને જીલ્લાની કુલ ૧૦ બેઠકો પર ભાજપ નો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

તેમણે સરદાર પટેલ સાથે અન્યાય કરવા માટે કોંગ્રેસ અને તેના નેતાઓ ને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે વર્ષ 2014 પહેલાં કોંગ્રેસના બેનર માં સરદાર પટેલના ફોટા નો કેમ ઉપયોગ કર્યો નહિ તેમ અણિયાળો સવાલ કરી ને પ્રધાનમંત્રી મોદીની તારીફ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી મોદી, વડોદરા શહેર અને કોંગ્રેસ પક્ષ માટે પત્રકાર પરિષદમાં શું કહ્યું તે જુઓ અને સાંભળો…..

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply