વડોદરાની ટ્રાઈકલર હોસ્પિટલમાં કોરોનાની દર્દીના તકિયા નીચે મૂકેલા રૂ.1.24 લાખના સોના-ચાંદીના દાગીના ગાયબ, ચોરીની ફરિયાદ

www.mrreporter.in
Spread the love

ક્રાઈમ-વડોદરા, મી.રિપોર્ટર, ૨૧મી એપ્રિલ.

રાજ્યમાં કોરોના નો વિસ્ફોટ થયો છે. લોકો કોરોનાની બીજી ઘાતક લહેર નો ભોગ બની રહ્યા છે. કોરોનાની સારવાર માટે દવાખાનામાં દાખલ થતા દર્દી અને તેમનો પરિવાર હવે આર્થિક રીતે પણ સલામત નથી. વડોદરામાં આવો જ એક  કિસ્સો સામે  આવ્યો છે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

વાત જાણે એમ છે કે, વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ વાઘેલા અને તેમની માતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તબિયત લથડતાં માતા-પુત્ર સારવાર માટે ગેંડા સર્કલ ખાતે આવેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલ સ્ટાફે સીટી સ્કેન અર્થે માતાના ઘરેણા કઢાવી તેનું લિસ્ટ બનાવી સહી કરાવી પ્લાસ્ટિકની બેગમાં પેક કરી પુત્રને આપ્યા હતા.

પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને મુકેલા દાગીનામાં રૂપિયા 80 હજારની કિંમતની ચાર સોનાની બંગડી, 24 હજારની કિંમતની સોનાની ચેન, 11 હજારની કિંમતની સોનાની વીંટી, 8 હજારની કિંમતની સોનાની બુટ્ટી તથા 1 હજારની કિંમતના ચાંદીના છડા મળીને કુલ 1.24 લાખની મત્તા હતી. દરમિયાન ચોથા માળે આવેલા ICU વોર્ડમાં દાખલ કરાતા સોનાના દાગીનાની બેગ તેમની માતા તકિયા નીચે મૂકી સૂઈ ગયા હતા.

23 માર્ચના રોજ સવારે દાગીનાની બેગ મળી ન આવતા હોસ્પિટલ સ્ટાફ તથા કર્મચારીને પૂછપરછ કરી હતી, પરંતુ, દાગીનાની બેગ અંગે કોઈ કડી મળી ન હતી. માતા અને પુત્ર કોરોના પોઝિટિવ હોવાથી અને હોસ્પિટલમાંથી રજા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા, જેથી પોલીસ ફરિયાદમાં વિલંબ થયો હતો. માતા અને પુત્ર સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ઘટના સમયના CCTV ફૂટેજ સાથે ફરિયાદ નોંધાવી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.