એસિડ નાખવાની ધમકી આપનાર NSUI ના પૂર્વ પ્રમુખ ઝુબેર પઠાણ વિરુદ્ધ MSUની વીપી એ CMO અને મહિલા આયોગ માં ફરિયાદ કરી : ગૃહમંત્રી એ પગલાંની ખાતરી આપી

વડોદરા, મી.રિપોર્ટર, ૨૯મી એપ્રિલ

એમ.એસ.યુનિવર્સિટીની વી.પી સહિત અન્ય વિદ્યાર્થીનીઓ પર એસિડ નાખવાની ધમકી આપનારા અને NSUI ના પૂર્વ પ્રમુખ ઝુબેર પઠાણ સામે કડક કાર્યવાહી કરવા માટે MSUની વીપી સલોની મિશ્રાએ રાજ્યના મુખ્યમંત્રી na કાર્યાલય, કેન્દ્રના મહિલા આયોગ તેમજ એમ એસ યુનિ.ના વુમન ગ્રીવિયંસ સેલને લેખિતમાં રજૂઆત કરી હતી. જેની સામે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા એ કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.

એમ.એસ.યુનિવર્સિટીમાં હોળીના દિવસે હોસ્ટેલમાં થયેલી મારામારી બાદ એક વિદ્યાર્થી પાસે રેગિંગની ખોટી ફરિયાદ કરાવનાર આર્ટસ ફેકલ્ટીના એક વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા તેમજ તેને બચાવવા બે ગ્રુપો દ્વારા શુક્રવારે હેડઓફીસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. આ બે ગ્રુપો પૈકી રજૂઆત માટે આવેલ વી.પી સલોની મિશ્રા સહિતની વિદ્યાર્થીનીઓ પર પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણે અસભ્ય ભાષામાં બૂમો પાડીને વી.પી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપી હતી. ઝુબેર સહિતના વિદ્યાર્થીઓએ તેમને ‘દેખલો, ઈન લડકિયોં કો ઇનકી ઔકાત દિખાતે હૈ’ અને ‘ બાદ મેં મિલો, લડકિયાં ક્યાં કરને કે લિયે બની હૈ બતાતે હૈ’ એવી બૂમો પાડીને છેલ્લે ‘ બહાર નિકલકે જબ એસિડ ફેકેંગે તબ દેખના ક્યાં હોતા હૈ ‘ એવી ધમકી આપી હતી.

જેથી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઝુબેર પઠાણ સહિતના આઠ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ધમકી બાદ MSUની વીપી સલોની મિશ્રા પોતાના સહિત અન્ય વિદ્યાર્થિની ઓ ની સલામતી અને સુરક્ષા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ના કાર્યાલય CMO અને કેન્દ્રના મહિલા આયોગમાં ઓનલાઇન ફરિયાદ કરી હતી. સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. MSUની વીપી સલોની મિશ્રાની ફરિયાદ સાંભળ્યા બાદ કસૂરવાર સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે, સમગ્ર ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી સહિતની સીધી દેખરેખ હોઈ અને કડક કાર્યવાહી હાથ ધરાઇ હોઈ msu માં બની બેઠેલા નેતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply