કોમેડીના બાદશાહ રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગૃહમંત્રી અમિત શાહને ફરિયાદ

www.mrreporter.in

મુંબઈ- મી.રિપોર્ટર, 30મી ડિસેમ્બર. 

કોમેડીના બાદશાહ રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.  રાજુ શ્રીવાસ્તવની સાથે સાથે  તેના સલાહકાર અજીત સક્સેના તથા PRO ગર્વિત નારંગને ફોન પર ધમકી આપવામાં આવી છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે ગૃહમંત્રી અમિત શાહને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી તેવી માગણી કરી છે. સાત વર્ષ પહેલાં પણ મુંબઈમાં રાજુ શ્રીવાસ્તવને પાકિસ્તાનના કરાચી તથા દુબઈથી ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે રાજુએ મહારાષ્ટ્રમાં FIR કરી હતી.

અંતે ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષે મે મહિનામાં કોમેડિયન પાસેથી ખંડણી માગવામાં આવી હતી અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રાજુ શ્રીવાસ્તવને કોઈ મહિલા સાથે આપત્તિજનક હાલતમાં વીડિયો હોવાનું કહીને ખંડણી માગવામાં આવતી હતી. કોમેડિયને UPના DGPને ફરિયાદ કરી હતી કે તેને ત્રણ મહિનાથી ફોન કરીને હેરાન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ લખનઉની હઝરતગંજ પોલીસે તપાસ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

Leave a Reply