કૉમેડી કિગે કપિલની દીકરી અનાયરા શર્મા 1 વર્ષની થઈ, કપિલે પોતાની લાડકીના શેર કર્યા Birthday Pics, જુઓ…

www.mrreporter.in
Spread the love

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૧ મી ડીસેમ્બર. 

કૉમેડી કિંગ કપિલ શર્માએ પોતાની લાડકી પુત્રી અનાયરા શર્મા (Anayra Sharma) ગુરુવારે એક વર્ષની થઈ ગઈ છે.  કપિલે પોતાની લડ્કીના  ફર્સ્ટ બર્થડે ના ફોટા શેર કરીને પોતાના બધા ફેન્સનો આભાર માન્યો છે. કપિલના શેર કરેલા ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને અનાયરાને ખૂબ જ પ્રેમ કહી રહ્યા છે.

www.mrreporter.in

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmO

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા  ફોટામાં બેબી અનાયરા કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી. એક ફોટામાં અનાયરા કેક પાસે બેઠેલી છે અને કપિલ તેની સાથે રમી રહ્યો છે. વળી, બીજા ફોટામાં અનાયરા પોતાની દાદી ના  ખોળામાં ખૂબ ખુશ જોવા મળી રહી છે.

www.mrreporter.in

 ફોટા શેર કરીને કપિલ શર્માએ લખ્યુ, ‘અમારી લાડોના પહેલા જન્મદિવસ પર આટલો બધો પ્રેમ અને આશીર્વાદ આપવા માટે તમારા સૌનો ખૂબ-ખૂબ આભાર. ગિન્ની અને કપિલ..’ એક ફોટામાં કપિલ સાથે તેની પત્ની ગિન્ની પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે એવા સમાચાર છે કે કપિલ-ગિન્ની બંને ફરીથી મમ્પી-પપ્પા બનવાના છે અને નવા વર્ષના પહેલા મહિનામાં જ તેમના ઘરે નાના બાળકની કિલકારીઓ ગુંજશે.

આપને આ સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.