‘ડાન્સ પાર્ટીમાં આવવું છે ?’ તેમ કહી બોલાવી ને નગ્ન વીડિયો ઉતારી એક અભિનેત્રી કઈ રીતે લોકોને લુંટતી ? જુઓ…

Spread the love

મિ.રિપોર્ટર, ૨૯મી નવેમ્બર. 

અમદાવાદ નજીકના  વસ્ત્રાલ ગામથી ત્રાગડ રોડ પર ઓએનજીસીના કુવા પાસે ખુલ્લા ખેતરમાં લઇ જઇ લોકોને નગ્ન કરી વિડિયો ઉતારી લઇ માર મારી ‘વન્સ મોર બેવફા’ અને ‘જાનુ મારી દગાબાઝ’ જેવા ગુજરાતી આલ્બમમાં અભિનેત્રી તરીકે કામ કરી ચૂકેલી અભિનેત્રી અને તેનો પ્રેમી લૂંટી લેતા હોવાની  ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. અભિનેત્રી અને તેના  પ્રેમીએ અત્યાર સુધી ૯ થી વધારે વ્યક્તિઓ સાથે આ મોડસ ઓપરેન્ડીથી લૂંટ ચલાવી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ફરિયાદના આધારે અભિનેત્રી સંજના અને તેના પ્રેમીની બુધવારે પોલીસે ધરપકડ કરી છે.

રામોલ પોલીસને ફરિયાદ આપતાં વટવામાં રહેતા અને રોસની સ્પા ચલાવતા સહેજાદખાન હસમુખખાન પઠાણે જણાવ્યુ હતુ કે, થોડા સમય પહેલા સ્પામાં કામ કરવા માટે સંજના પરમારનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ૨૦ નવેમ્બરે સંજનાનો ફોન આવ્યો અને વસ્ત્રાલ મળવા માટે બોલાવ્યો હતો. આ સમયે આશરે ૯ વાગ્યે સંજનાએ સહેજાદખાનને કહ્યું કે, મારી સહેલીનુ શુટીંગ ત્રાગડ રોડ પર ચાલે મને મુકી જવાનુ કહ્યું હતુ. સહેજાદખાન તેને મુકવા માટે ગયા ત્યારે ઓએનજીસીના કુવા પાસે ખુલ્લા ખેતરમાં સંજનાએ એક્ટીવા રોકાવ્યુ અને ત્યા રિક્ષામાં બે શખસો આવ્યા હતા. રિક્ષામાં સવાર બે શખસો અને સંજના ખેતરમાં સહેજાદખાનને લઇ જઇ ઢોર માર માર્યો હતો. આ યુવતીને હું ખરાબ કામ માટે ખેતરમાં લાવ્યો છું તેમ સહેજાદખાન સાથે બોલાવી વિડિયો બનાવી ધમકી આપી કે જો પોલીસમાં ફરિયાદ કરીશ તો વાઇરલ કરીશું.

અભિનેત્રી સંજના અને તેના પ્રેમીએ વસ્ત્રાલ શ્રીહરી બંગલોઝમાં રહેતા એસપીએમ સાઇન્ટીફીક ઇન્સ્ટુમેન્ટ કંપનીના માલિક શૈલેષ હીરાભાઇ પટેલને ૨૩મી નવેમ્બરે સંજનાનું  સોંગ જોવા લઇ ગયા હતા, જ્યાં  તેમને પણ માર મારી નગ્ન કરી વિડીયો બનાવી ૫૦ હજાર પડાવી લીધા હતા. એજ રીતે બાવળા રોયકા ગામના પ્રતાપ ખુશાલ ગોહીલને જાહેર કાર્યક્રમમાં ડાન્સનો કાર્યક્રમ છે તેમ કહી ૧૬મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ બોલાવી, રિક્ષામાં લઇ જઇ કપડા ઉતરાવી માર મારીને વિડીયો બનાવી લીધો હતો. અભિનેત્રી સંજના અને તેના પ્રેમીએ તેમની પાસેથી  રૂપિયા ૧.૮૦ લાખના દાગીના પડાવી લીધા અને ફરિયાદ કરી તો વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.

આ અંગે ઝોન-૫ના ડીસીપી હિમકરસિંહે જણાવ્યુ હતુ કે, સંજના ઉર્ફે સંજુ દુર્ગેશ મૂળજી પરમાર અને તેના પ્રેમી મોઇનઅલી મુસ્તુફામિયા સૈયદ ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મોડલ સંજનાના અમુક ગુજરાતી ગીતોમાં એક્ટીંગ કરતી હોવાનુ પણ બહાર આવ્યું છે. સંજના અને તેનો પ્રેમી નશા માટે અને પૈસા મેળવવા માટે આ લૂંટો કરતી હતી. પૈસા ખુટી પડે એટલે જે સંપર્કમાં હોય તે અથવા કોઇ મોટી પાર્ટીનો સંપર્ક કરી તેને ફોન કરી બોલાવી ખુલ્લા ખેતરમાં લઇ જઇ માર મારી લૂંટી લેતા હતા. બંનેએ આશરે ૯ લોકો આ મોડસ ઓપરેન્ડીથી લૂંટયા છે.