UA-117440594-1
Spread the love

 મિ.રિપોર્ટર, ૬ ઠ્ઠી ડિસેમ્બર

વડોદરા ખાતે આવેલ ગુજરાત રિફાઇનરી સ્થિત સીઆઇએફએસ યુનિટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત કોયલી ગામા સરપંચની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું. 

 વડોદરા નજીક આવેલી ગુજરાત રીફાઇનરીના ઔદ્યોગિક એકમમાં કેન્દ્રીય સુરક્ષા દળ તૈનાત છે. કેન્દ્રીય સુરક્ષા દળ દ્વારા 1લી ડિસેમ્બરથી 15મી ડિસેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. સીઆઇએફએસના જવાનો દ્વારા  કોયલી ગામમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય સુરક્ષા દલના જવાનો તેમજ અધિકારીઓએ ગામમાં પડેલો કચરો વીણીને ગામ ની સફાઈ આદરી હતી. કોયલીના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

You missed

error: Content is protected !!