સફાઇ કામદારોનું આંદોલન યથાવત્, બેઠકમાં કોઈ નિર્ણય ન આવતા કામનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

વડોદરા- મિ.રિપોર્ટર, ૧૭મી ફેબ્રુઆરી. 

સફાઇ કામદારોના આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. મોટી સંખ્યામાં ભેગા થઈ સફાઇકર્મીઓએ પાલિકા બહાર ધરણાં માંડ્યાં છે. મહત્વનું છે કે, સફાઇ કર્મચારી આગેવાનો અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે બેઠકનું આયોજન થયું હતું, પરંતુ તેમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો.

કર્મચારીઓ સાથેની આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યૂટી મેયર સહિત સ્થાયી સમિતિના ચેરમેન હાજર રહ્યાં હતા. જેને લઇને કર્મીઓએ ધરણા ચાલુ રાખ્યાં છે. આ સિવાય તેમણે આવતીકાલથી કામનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઇ કર્મચારીઓના ધરણાંને લઇને મહાનગરપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત લેખિતમાં બાંહેધરી પત્ર બહાર પાડવા માગ કરી છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: