વડોદરામાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ શહેર પ્રમુખ પ્રશાંત પટેલનું રાજીનામુ, 34 વર્ષથી જીતતા કોંગ્રેસના ચિરાગ ઝવેરીનો પરાજય

www.mrreporter.in
Spread the love

રાજનીતિ – વડોદરા, મી.રિપોર્ટર, 23મી ફેબ્રુઆરી. 

રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતો હાથ ધરાયેલી ગણતરીમાં વડોદરાની કુલ 76 બેઠકો પૈકી ભાજપ ને 69 બેઠકો અને કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી છે. ગત ટર્મની સરખામણીમાં કોંગ્રેસે 14 બેઠકો માંથી આ વખતની ચૂંટણીમાં માત્ર 7 બેઠકો પર  જીત મેળવતા વડોદરામાં કોંગ્રેસની ભૂંડી હાર થઇ હતી. કોંગ્રેસને ધાર્યા કરતા ખૂબ જ નિરાશાજનક પરિણામ મળતાં  વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જવાબદારી સ્વીકારીને પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

34 વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો પરાજય

વડોદરાના વોર્ડ નં-18માં સતત 34 વર્ષથી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનો પરાજય થયો છે. તેઓને અંતિમ રાઉન્ડમાં મતદાન મથક છોડીને રવાના થઈ ગયા હતા. જયારે વોર્ડ નંબર 4 ના સતત બે ટર્મ થી જીતતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અનિલ પરમાર પણ હારી ગયા હતા. એજ રીતે વોર્ડ નં-14માં કોંગ્રેસના રનિંગ કાઉન્સિલર હેમાંગિની કોલેકર તથા વોર્ડ નં-7માં કોંગ્રેસના રનિંગ કોર્પોરેટર જાગૃતિ રાણાનો પરાજય થયો હતો. આ ઉમેદવારો હારતાં કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો. દિગ્ગજ નેતાઓની હાર તેમજ કોંગ્રેસના ખરાબ પ્રદર્શન ને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જવાબદારી સ્વીકારીને પ્રમુખપદેથી રાજીનામુ દીધું છે. 

www.mrreporter.in

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.