શહેર મેયર કેયુર રોકડીયા, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વયોયન્ગ જય ભોલે યોગેશ પટેલે સેંકડો કાર્યકર્તા વચ્ચે ધામધૂમ થી ફોર્મ ભર્યું

www.mrreporter.in

 શહેર-જિલ્લાની 10 બેઠકો ઉપર 183 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા : જયારે ડભોઇ સૌથી વધુ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

વડોદરા-રાજનીતિ , મી. રિપોર્ટર,  ધીરજ ઠાકોર, 17મી નવેમ્બર. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડોદરા માંજલપુર બેઠક પર  કોકડું ઉકેલી ને વયોવૃદ્ધ નહિ પણ વયોયન્ગ ઉમેદવાર યોગેશ પટેલ ની ભાજપે સત્તાવાર તરીકે જાહેરાત કરતા જ યોગેશ પટેલ, પત્ની સાથે મહાદેવ ના મંદિરે પૂજા અર્ચના કર્યા  બાદ પોતાના હજારો સમર્થકો અને શહેર ભાજપના નેતા- કાર્યકર્તાઓ સાથે વિજય મુહર્તમાં ફોર્મ ભરી ને પોતે હજુપણ જવાન છે અને પોતાની તુતી બોલે છે તે સાબિત કરીને વિજય નો દાવો કર્યો  હતો.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in

વયો યન્ગ  યોગેશ પટેલ ની સાથે સાથે ભાજપના અકોટાના ઉમેદવાર ચૈતન્ય દેસાઈએ પણ પોતાના સમર્થકો અને કાર્યકર્તા સાથે રેલી કાઠી ને ફોર્મ ભર્યું હતું.  જયારે અકોટા વિધાનસભામાં થી કોંગ્રેસના ઉમેદવાર અને શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ પોતાના સમર્થકો સાથે પાર્ટી ઓફિસ થી રેલી કાઠી ને ફોર્મ ભર્યું હતું ને પોતાના વિજય નો દાવો કર્યો હતો.

www.mrreporter.in

ભાજપના શહેર વાડી ના ઉમદેવાર શ્રીમતી મનીષા વકીલ ની સામે કોંગ્રેસ ના સત્તાવાર ઉમેદવાર જાહેર થયેલા ગુણવંત પરમારે પણ પોતાના સમર્થકો અને કાર્યકર્તા સાથે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરીને વિજય નો દાવો વ્યક્ત કર્યો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠક પર  કોંગ્રેસના ઉમેદવાર તરીકે અનિલ પરમારની જાહેરાત ન થતા જ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. 

www.mrreporter.in

તો સયાજીગંજ વિધાનસભા બેઠક પર  થી ભાજપના સત્તાવાર ઉમેદવાર અને શહેરના મેયર કેયુર રોકડીયા પણ પોતાના કાર્યકર્તા અને સમર્થકો સાથે ખુલ્લી જીપમાં રેલી કાઢી ને ફોર્મ ભર્યું હતું. મેયર કેયુર રોકડીયા ફોર્મ ભરતી વેલામાં શહેર પ્રમુખ વિજય શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરતી વેળાએ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,  પૂર્વ મેયર ભરત  ડાંગર,  ભરત  શાહ, ભાજપ અગ્રણી નેતા ધર્મેશ પંડયા , શબ્દશરણ બ્રહ્મભટ્ટ,  પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે સહીત મોટી સંખ્યામાં પુરુષ કાર્યકર્તા અને મહિલા કાર્યકર્તા પણ જોડાયા હતા.

www.mrreporter.in

જયારે વાઘોડિયા બેઠક માટે બળવો કરીને  ભાજપ માંથી રાજીનામુ આપી દેનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ પોતાના હજારો સમર્થકો અને કાર્યકર્તા સાથે જંગી રેલી કાઢી ને અપક્ષ ઉમેદવારી કરી ને ભાજપ ને સીધે સીધો જ પડકાર ફેંક્યો હતો. મધુ શ્રીવાસ્તવે પોતાના કાર્યકર્તા ની જોકોઈએ કોલર પકડી તો તેના ઘરમાં ઘૂસી ને ગોળીમારી દઈશ તેવી જાહેરમાં ધમકી ઉચ્ચારી ને પોતે હજુ પણ દબંગ નેતા છે તેવો હુંકાર ભર્યો હતો. 

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે 10 દિવસમાં 311 જેટલા વ્યક્તિઓ ફોર્મ લીધા હતા. જોકે તમામ પક્ષના મ‌ળીને ડમી ફોર્મ સહિત 183 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

www.mrreporter.in

સૌથી વધુ ફોર્મ શહેરમાં અકોટા વિધાનસભા બેઠક પર ડમી ફોર્મ સહિત 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. ડભોઇ વિધાનસભામાં સૌથી વધુ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે વડોદરા શહેરની પાંચ બેઠકો પરના ફોર્મની સ્ક્રુટીની થશે અને જે-તે ઉમેદવારને સ્ક્રુટીની સમયે હાજર પણ રાખવામાં આવશે અને ઉમેદવાર પોતે ચૂંટણી ન લડવા માંગતો હોય તો તે ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકે છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
 

 

 

Leave a Reply