શહેરના મેયર કેયુર રોકડિયા કોરોનાગ્રસ્ત, વડોદરા IT ઓફિસમાં કોરોના બ્લાસ્ટ, ચીફ કમિશ્નર સહીત 24 કર્મચારીઓ સંક્રમિત

www.mrreporter.in
Spread the love

વડોદરા- મી.રિપોર્ટર, 25મી  માર્ચ. 

વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેયુર રોકડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ કરી હતી.  વડોદરાના મેયર ઉપરાંત  વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના ચીફ કમિશ્નર રંણજય સિંઘ , બે જોઈન્ટ કમિશ્નર સહીત કુલ 27 જેટલા કર્મચારીઓ કોરોનગ્રસ્ત બન્યા છે. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

શહેરના મેયર કેયુર રોકડિયાએ પોતાનો રિપોર્ટ પોઝીટીવ  આવતાં  જ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં મેયર કેયુર રોકડિયાએ અપીલ કરતાં  જણાવ્યું હતું કે,  ” છેલ્લા ૩ , ૪ દિવસ થી કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાતા covid-19 માટે RTPCR ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે. ડોક્ટર ની સલાહ પ્રમાણે હોમ ક્વોરંટાઇન છુ. છેલ્લા ૩ દિવસ દરમિયાન મારા સંપર્ક મા આવેલ સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી…! “

મેયર કોરોનાગ્રસ્ત  બન્યા બાદ ભાજપના ઘણા કાર્યકર્તાઓ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાના સંપર્કમાં આવેલા તમામે રિપોર્ટ કઢાવી લેવાની અપીલ કરી હતી. ભાજપના મીડિયા સેલના સહ કન્વીનર એડવોકેટ હર્ષદ પરમાર, કાર્યકર્તા સંજય રાઠોડ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. 

આ ઉપરાંત શહેરમાં ખાસ કરીને ટોક ઓફ ઘી ટાઉન ચર્ચાનો વિષય બન્યો હતો, તો તે વડોદરા ઇન્કમટેક્ષ ની કચેરી છે. વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના ચીફ કમિશ્નર રંણજય સિંઘ , બે જોઈન્ટ કમિશ્નર સહીત કુલ 27 જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત  થતા જ કચેરી બંધ કરીને સેનેટાઇઝ કરવામાં આવી હતી. 

વડોદરા શહેરમાં આજે વધુ 163 લોકો કોરોના થી કોરોનાગ્રસ્ત બન્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાર દિવસ આયકર વિભાગની કચેરીના પ્રથમ માળને  પણ બંધ રાખવામાં આવ્યો હતો . માર્ચ મહિનાને કારણે હાલમાં મોડી રાત સુધી આયકર વિભાગના કર્મચારીઓ  કામગીરી કરી રહ્યા છે. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.